વડોદરા: વડોદરામાં આયુર્વેદિક સીરપની આડમાં દારૂ બનાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાકરદા ગામના દુર્ગા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માંથી શરાબની ફેક્ટરી ઝડપાઇ હતી. ગોરવા BIDC માં પોલીસની તપાસ શરુ થઈ છે. પ્લોટ નંબર 2ની બિલ્ડીંગમાંથી શરાબ બનાવવાની સામગ્રી મળી આવી છે.
હાનિકારક ઇથેનોલનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. પોલીસે 200 લીટરના 59 બેરલ જપ્ત કર્યા છે. પ્લાસ્ટિકની બોટલ બનાવવાનું મશીન પણ પોલીસને મળી આવ્યું છે. શરાબના ઉત્પાદન માટે જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગોરવા BIDC ખાતે સંગ્રહ કરવામાં આવ્યો હતો જથ્થો.
ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક, જાણો શું અપાયા આદેશ ?
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને કડક સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે.
રાજ્યમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. જામનગરમાં નવા વેરિઅન્ટનો કેસ નોંધાયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.
આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ નહિ કરવા તાકીદ કરી હતી. ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.