વડોદરા: મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી છે. વડોદરામાં એક સભાને સંબોધિત કરતા સમયે વિજયભાઈ અચાનક ઢળી પડ્યા હતા. વડોદરાની ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા. સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રી નીચે પડ્યા હતા આ દરમિયાન તેમના સિક્યોરિટીએ તેમને પકડી લીધા હતા.
વડોદરાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યા છે. અહીંથી તેમને સીધા જ યૂએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. જ્યાં તેમના સ્વાસ્થને લઈને સારવાર કરવામાં આવશે.
રૂપાણી પ્રવચન આપતા હતા ત્યારે તેમનો આ સીક્યુરિટી જવાન દૂર ઉભો હતો. રૂપાણીની આંખો બંધ થવા લાગી ને તેમનો અવાજ લથડતાં તે તાત્કાલિક રૂપાણીની પાછળ આવીને ઉભો રહી ગયો હતો. રૂપાણી લથડ્યા કે તરત જ તેણે નજીક પહોંચીને રૂપાણીને નીચે પડતા પહેલાં જ ઝીલી લીધા હતા ને નીચે પછડાતાં બચાવી લીધા હતા. આ સીક્યુરિટી જવાનની સતર્કતાએ રૂપાણીને પછડાઈને ગંભીર ઈજા નહોતી થવા દીધી. સીક્યુરિટી જવાનની આ સતર્કતા અને ફરજ તરફની નિષ્ઠાની પ્રસંશા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરામાં પ્રચાર કરી રહ્યા હતા.
CM રૂપાણીની તબિયત બગડી, સભામાં બોલતાં બોલતાં જ લથડીને નીચે પડી ગયા, જાણો કોણે પકડી લીધા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2021 08:53 PM (IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી છે. વડોદરામાં એક સભાને સંબોધિત કરતા સમયે વિજયભાઈ અચાનક ઢળી પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -