વડોદરા: ઉતરાયણ પહેલા વડોદરા ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નોંધનિય છે કે, જાન્યુઆરીની શરુઆત થતા જ બાળકો પતંગ ચગવવા લાગે છે. આ પતંગ ચગાવતા સમયે ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે. આવી જ અકસ્માતની ઘટના વડોદરા ખાતેથી સામે આવી છે.
વડોદરામાં પતંગ ચગાવતા સમયે બાળકનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. પિયુષ ચૌહાણ નામના 12 વર્ષીય બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. વડોદરાના પરશુરામ ભઠ્ઠા વિસ્તાર ખાતે આ દુર્ઘટના ઘટી છે. સામે આવેલી વિગતો અનુસાર પતંગ ચગાવતા સમયે ભૂલથી બાળકનો હાથ વીજ વાયરને અડી ગયો હતો. જે બાદ કરંટ લાગતા બાળક પટકાયો હતો. પરિવારજનો બાળકને લઈ એસ.એસ.જી હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું. બાળકના મોતને લઈને પરિવારમાં આક્રંદ છવાયો છે.
રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે.
દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક જિંદગી થંભી ગઇ હતી. લલુકા ગામના 45 વર્ષીય પુરુષ ને અચાનક છાતીમાં દુખાવા સાથે હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. નરેન્દ્ર કેશવગર ગોસાઈ નામના 45 વર્ષીય વ્યકિતનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.
રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ બની રહ્યો છે હૃદયરોગનો ભોગ
108 ઇમરજન્સીના આંકડા મુજબ, રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ હૃદયરોગનો ભોગ બની રહ્યો છે. વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ મળીને 72573 કેસો નોંધાયા હતાં. ચિંતાની વાત એછેકે, અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં હૃદયરોગના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં હૃદયરોગીઓ વધી રહ્યા છે. હાલ યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છેકે, ગુજરાતમાં કેસોની દ્રષ્ટિએ અમદાવાદમાં સૌથી વધુ હૃદયરોગના કેસો નોઁધાયા છે. વર્ષ 2023માં અમદાવાદમાં કુલ 21,496 હૃદયરોગના કેસો નોંધાયા છે. અમદાવાદમાં હૃદયરોગના દર્દીઓમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ તરફ, સુરતમાં 5408, રાજકોટમાં 4910, ભાવનગરમાં 3739 અને વડોદરામાં 3618 કેસો નોંધાયા છે. ટકાવારી દ્રષ્ટિએ જોઇએ તો, સુરતમાં 31 ટકા, રાજકોટમાં 42 ટકા, ભાવનગરમાં 21 ટકા અને વડોદરામાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.