CM રૂપાણીએ ભાજપના ક્યા ધારાસભ્ય સાથે 15 મિનિટ વાત કરીને નારાજગી કરી દૂર, જાણો ક્યા મુદ્દે હતા નારાજ ?

મુખ્યમંત્રીએ મારી સાથે ફોન પર 15 મિનિટ વાત કરી હતી અને વડોદરા ને ઓકિસજન નો જથ્થો વધારી આપવાનું આશ્વાશન આપ્યું છે.

Continues below advertisement

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને ઓક્સિજનની પણ ભારે અછત છે ત્યારે વડોદરામાં ઓક્સિજન સપ્લાય અંગે ઓએસડી દ્વારા વિવાદાસ્પદ પરિપત્ર બહાર પડાયો હતો. આ પરિપત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન આપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેના કારણે નારાજ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખીને ખુલ્લી નારાજગી વ્યક્ત કરી હતી.

Continues below advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈનામદાર સાથે 15 મિનિચ સુધી વાત કરીને તેમની નારાજગી દૂર કરી છે અને વિવાદાસ્પદ પરિપત્ર પણ રદ કર્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું છે કે, મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ પરિપત્ર રદ કરાયો છે. મુખ્યમંત્રીએ મારી સાથે ફોન પર 15 મિનિટ વાત કરી હતી અને વડોદરા ને ઓકિસજન નો જથ્થો વધારી આપવાનું આશ્વાશન આપ્યું છે. કેતન ઈનામદારે મુખ્યમંત્રીને નારાજગી વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો.

આ પહેલા વડોદરામાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા સરકારી-ખાનગી હોસ્પિટલોને 10 ટકા ઓક્સિજન વપરાશ ઘટાડવાના આદેશ અપાયા હતા. હોસ્પિટલોને 4 કેટેગરી સરકારી, ગ્રૂપ એ, ગ્રૂપ બી અને ગ્રૂપ સીમાં વહેચવામાં આવી છે. આ કેટેગરીમાં સી કેટેગરીની હોસ્પિટલો નવા દર્દીને ઓક્સિજનની કોઇ સારવાર આપી શકશે નહીં. હાલમાં શહેરની આવી 164 હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે અને પછીથી તે ઓક્સિજનની જરૂર હોય તેવા નવા દર્દીઓ દાખલ કરી શકશે નહીં. આ ઉપરાંત કોઇ સંસ્થા, હોસ્પિટલ કે વ્યક્તિ ઓક્સિજનનો સંગ્રહ કરી શકશે નહીં. આવી સંસ્થાઓને લીધે પણ ઘણા ઓક્સિજન સિલિન્ડરોનો અસરકારક ઉપયોગ થતો ન હતો. આ ઉપરાંત ઘરે રહીને જે લોકો કોરોનાની સારવાર લઇ રહ્યાં હતા અને ઓક્સિજનની ઘરબેઠા વ્યવસ્થા કરાવતા હતા તેવી સારવારનું પણ કોઇ તબીબી સૂચન કોઇ સંસ્થા, હોસ્પિટલ, તબીબ, કન્સલ્ટન્ટ કરી શકશે નહીં. આ મામલે  તંત્રનો અને OSD ડો. વિનોદ રાવનો દાવો છે કે ‘આ બેડ ઘટવા છતાં હજી 1500 જેટલા ઓક્સિજન બેડ ઉપલબ્ધ રહેશે.’

12 સરકારી હોસ્પિટલો: ઓક્સિજનનો વપરાશ 10થી 15% ઘટાડવાનો આદેશ

ગોત્રી GMRS, સયાજી, યજ્ઞપુરુષ, સમરસ, ધીરજ પારુલ સેવાશ્રમ પાયોનિયર,એસઆઇએસ ચેપીરોગ હોસ્પિટલ, રેલ્વે હોસ્પિટલ CHC પાદરા -ડભોઇ. આ હોસ્પિટલોમાં હાલનો દૈનિક વપરાશ 92 મેટ્રિક ટનનો છે.

ગ્રૂપ- એ: 25 હોસ્પિટલોને 15% સુધી ઓક્સિજનનો વપરાશ ઘટાડવાનો આદેશ

ભાઇલાલ અમીન હોસ્પિટલ, મુસ્લિમ મેડિકલ સેન્ટર, સ્ટર્લિંગ, ટ્રાયકલર, સવિતા, બેંકર્સ ગ્રૂપ, પ્રાણાયામ,સનશાઇન ગ્લોબલ, સ્પંદન,  જ્યુપીટર, શુકન, કીડની હોસ્પિટલ, રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, સત્યમ, ગોપીનાથજી, પ્રેમદાસ જલારામ, સંગમ, ગેલેક્સી, નરહરિ હોસ્પિટલ, નવજીવન નર્સિંગ હોમ, સિનર્જી હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ(છાણી), દારૂલ ઉલૂમ.

ગ્રૂપ- બી: 50 હોસ્પિટલોને પાંચ ગ્રૂપમાં વિભાજીત કરી, 15% સુધીનો વપરાશ ઘટાડવો પડશે

ફેઇથ હોસ્પિટલ, અમન, શેઝવીક(વેમાલી), આયુષ્ય, અમૃત, આશીર્વાદ, યોગિની હોસ્પિટલ, શ્રી હોસ્પિટલ, અવરલેડી પિલર, ચિરંજીવી {વી કેર, નંદ, મંગલમ, વલણ, સ્નેહ, સનરાઇઝ, અક્ષર, સિનર્જિ, હેલ્થ પ્લસ, કલ્પવૃક્ષ, જીવન જ્યોત, ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી (પાદરા), મા, આઇકોન, જાનવી(વાઘોડિયા રોડ), બાલાજી, અનુગ્રહ, આનંદ, અનુકૃતિ, વૃંદાવન, રૂદ્રાક્ષ, રાણેશ્વર, કષ્ટભંજન, પ્રમુખ હોસ્પિટલ, કલાવતી, કપિલાદક્ષ,સુમનદીપ(કોઠી), કેર મલ્ટી સ્પેશિયાલિટી, સિદ્ધિ(સુરસાગર), યુનિટી, બાપ્સ, ક્રિશ્ના, કેર નર્સિંગ હોમ, શ્રીનાજી, જાનવી, આશીર્વાદ(ડભોઇ રોડ) ( હરણી), કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ

ગ્રૂપ- સી: 164 હોસ્પિટલો ઓક્સિજનવાળા નવા દર્દીઓને દાખલ નહીં કરી શકે

ત્રણેય ગ્રૂપ સિવાયની હોસ્પિટલો આ ગ્રૂપમાં છે. તેઓ હવે ઓક્સિજનની જરૂરીયાત વાળા નવા દર્દીઓ દાખલ કરી શકશે નહીં

Continues below advertisement
Sponsored Links by Taboola