વડોદરાઃ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં જે શહેરોમાં કોરોનાના કેસોની સંખ્યા વધારે છે તેમાં વડોદરા પણ એક છે. વડોદરામાં તબલીઘી જમાતના કારણે કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાંચે ધડાકો કર્યો છે કે, દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલીઘી જમાતના મુખ્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હતાં એ રીતે  વડોદરામાં પણ તબલિગી જમાતનું સંમેલન મળ્યું હતું.


આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તબલીગી જમાતના લોકો આવ્યા હતા. તેના કારણે કોરોનાનો ચેપ ઝઢપથી ફેલઈ રહ્યો હોવાની આશંકા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ પર્દાફાશ થયો છે. આ તપાસમાં એવી વિગતો પણ બહાર આવી છે કે, તબલીગી જમાતમા મદરેસામાં અભ્યાસ કરતા 1 વિધાર્થીને કોરોનો પોઝીટીવ આવ્યો છે. આ વિદ્યાર્થી હાલ ભરૂચમાં છે. આ વિદ્યાર્થીને કોરોના થતાં  વિદ્યાર્થીના સંપર્કમાં આવનારા 16 લોકોનું લિસ્ટ ક્રાઇમ બ્રાન્ચે બનાવ્યું છે. આ વિદ્યાર્થીઓએ 21 માર્ચથી 25 માર્ચ દરમિયાન નાગરવાડા છોડયું હતું. આ વિદ્યાર્થીઓ અંગે જે તે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે.