નોંધનીય છે કે, વડોદરામાં તાપી નદીમાંથી વારંવાર મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ત્રણ દિવસ પહેલા જ પાંચ ફૂટનો મગર વડોદરાના વાડી વિસ્તારની શિવનેરી સોસાયટીમાં આવી ગયો હતો. જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, જીવદયા સંસ્થાએ મગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દીધો હતો.
ગત 9મી ઓક્ટોબરના રોજ એક 9 ફૂટનો મહાકાય મગર વડોદરાથી આણંદ જતા હાઈવે પર આવી ચડ્યો હતો. જેનું પણ રેસ્ક્યૂ કરી લેવાયું હતું. આમ, છેલ્લા સાત દિવસમાં જાહેરમાં મગર આવી જવાની આ ત્રીજી ઘટના વડોદરામાં સામે આવી છે.