દાહોદઃ દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ભુલવણ ગામે બકરાનું માંસ ખાધા પછી એક પછી 8 લોકોના મોત નીપજ્યા છે. પ્રાથમિક દ્રસ્ટીએ જમવામાં ઓર્ગેનિક ફોસફરસ એટલે કે કોઈ કેમિકલ જંતુનાશક દવા હોવાનું તબીબોનું અનુમાન છે. સમગ્ર પ્રકરણમાં FSl અને વીસેરાનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે.
દાહોદ જિલ્લાના ભુલવણ ગામે બે દિવસ પહેલા સાંજના સમયે એક બાદ એક 15 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી. પહેલા આ ઘટનામાં 5 લોકોનાં મોત થયા હતા. 12 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાનમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરાયા હતા. તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ છે. વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા હતા એની તપાસ શરૂ કરાઇ છે.
દેવગઢ બારિયા તાલુકાના 138 ઘરમાં 1200ની વસ્તી ધરાવતું ભુલવણ ગામ નિશાળ ફળિયા ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ગત રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. 9 દિન બાદ સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી.
આ બકરાના મટનના ભાગ પાડવામાં આવતાં પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતાં. સાંજના સમયે તમામ 13 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતાં. તબિયત બગડી હતી તે લોકોમાં 4 ના મોત 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવમાં આવ્યા હતાં. આ પછી એક પછી એક મોતનો આંકડો 8 પર પહોંચી ગયો છે.
ઘટનામાં આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. વહેલી સવારથી પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસનો કાફલો ગામમાં જોવા મળ્યો હતો. ગામમાં તમામ ફળિયામાં આરોગ્યની 20 ટીમ કામ કરી રહી છે. ઘરે ઘરે જઈ લોકોને પૂછપરછ કર્યા બાદ સ્થળ પર જ દવા પણ આપવામાં આવી રહી છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ રિપોર્ટ મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ સામે આવે તેમ છે . ઘના બાદ તમામ વિસ્તારમાં ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે દોડી આવેલા ધારાસભ્ય બચુભાઈ ખાબડ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર કલેકટર ડો હર્ષિત ગોસાવી સહિત તંત્ર ઘટનાને લઇને સતર્કજોવા મળી રહ્યું છે.