દાહોદઃ દેવગઢ બારિયાના કુવા ગામે યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ખેતરમાંથી મળેલી લાશનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે બે યુવકોની અટક કરી લીધી છે. બે યુવકોએ લાકડી નાઘા મારી હત્યા કરી હતી. માતા સાથે આડા સંબંધની જાણ થતાં બે પુત્રોએ લાકડીથી માતાના પ્રેમી હત્યા કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.
જુવાનસિંગભાઇ બારિયાને ગામની જ મહિલા સાથે આડો સંબંધ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલાના બંને પુત્રોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કૂવા ગામે પરોઢે પુત્ર પાસેથી દાતણ લેવા માટેનું કહીને નીકળેલા યુવકની ખેતરથી 1 કિમી દૂર લાશ મળી આવી હતી.
પુત્રને કહીને નીકળેલા પુરષની લાશ ખેતરથી 1 કિમી દૂર તુવરના ખેતરમાં સવારના 10 વાગે તેમની લાશ મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ કબ્જે લઇ દેવગઢ બારિયા સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં મૃતક જુવાનસિંગભાઇ બારિયાને ગામની જ મહિલા સાથે આડો સંબંધ હોવાનું સામે આવ્યું હતું.
મહિલાની પુછપરછ કરતા તેનો મૃતક સાથે આડો સંબંધ હોવાનું જણાવ્યું હતું અને તેની જાણ તેના પુત્રોને થઇ હતી. આથી પોલીસે બંને પુત્રોની અટક કરી પૂછપરછ કરતાં માતાના આડા સંબંધની જાણ થતાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ઘટનાના દિવસે પણ પણ મૃતક જુવાનસિંગના માતાના ફોન પર આવ્યા હતા. માતા પાસેથી ફોન લઇ મૃતકને રાત્રીના સમયે સિમાડા ફળિયામાં લઇ જઇ લાકડીથી માર મારી હત્યા કરી નાંખી હતી.