દાહોદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે દાહોદમાં કોરોનાના કેસો વધતા ત્રણ માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરના રાત્રી બજાર, કેશવ માધવ રંગમંચ તેમજ હેમંત ઉત્સવ બજારને બંધ કરાયા છે. દાહોદ નગર પાલિકા આ ત્રણ માર્કેટ બંધ કરાવવામાં આવ્યા છે.

કોરોનાના વધતા કેસને લઇ સાવચેતીના ભાગ રૂપે દાહોદ નગરપાલિકા દ્વારા માર્કેટ બંધ કરાવાયા છે. છેલ્લા પાંચ દિવસમાં 50 ઉપરાંત કેસ નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકલ સંક્રમણથી વધતા કેસોને લઈને વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લામાં કુલ 113 કેસ નોંધાયા છે. જ્યારે 58 એક્ટિવ કેસ છે.