ભાજપ નેતા અને ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન દલસુખ પ્રજાપતિએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. વાલીઓ ફી નથી ભરતા એટલે ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. સ્કૂલના 100થી વધુ શિક્ષકોને છુટા કર્યા છે. સરકારે વાલીઓને રાહત આપવી જોઈએ. સરકાર નક્કર નિર્ણય નથી લઈ રહી. શાળા સંચાલકોને પગાર કરવાના કે બિલ ભરવાના રૂપિયા પણ નથી.
દલસુખ પ્રજાપતિ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે. કોંગ્રેસમાં હતા ત્યારે રાજ્ય સરકારમાં પ્રધાન રહી ચૂકેલા પ્રજાપતિ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે. પ્રજાપતિ વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી પક્ષપલટો કરીને ભાજપમાં આવી ગયા હતા. દલસુખ પ્રજાપતિ હાલ માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન છે.