દાહોદઃ દાહોદ નજીક હાઇવે પર રિફાઇન્ડ તેલનું ટેન્કર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાતા તેલ ભરવા લોકોએ પડાપડી કરી હતી. ગાંધીધામથી નાગપુર જતા દાહોદ નજીક હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. કાળી તળાઈ સતી તોરલ હોટલ સામે બનાવ બન્યો હતો. ટેન્કરના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા નજીક ખાડામાં જઇ પડયું હતું. આસપાસના લોકો વાસણો લઈ તેલ ભરવા દોડી આવ્યા હતા.  પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા. 




Surat : પત્નીએ આપઘાત કરી લેતા પતિ 7 વર્ષની પુત્રી સાથે તાપી નદીમાં કૂદી ગયો, પુત્રીનું મોત


સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીએ ઝેર પીને આપઘાત કરી લેતાં પતિએ પણ 7 વર્ષીય પુત્રી સાથે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. નદીમાં કૂદી જતાં પુત્રીનું મોત નીપજ્યું છે. જ્યારે પતિ સારવાર હેઠળ છે. સાવકી પુત્રીને માર મારવાના મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેર પી લીધું હતું. પત્નીએ ઝેર પી લેતા ડરી ગયેલા પતિએ આ પગલું ભર્યું હતું. આ ઘટનામાં પત્ની-પુત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ સારવાર હેઠળ છે. 


આ અંગેની વિગતો એવી છે કે, મૂળ જનાનગઢના લીલવાના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં રહેતા સંજય ભાણજીભાઈ તળાવિયાના ડિવોર્સ થયા છે અને આ લગ્નથી તેને 7 વર્ષીય દીકરી જીયા છે. જે છૂટાછેડા પછી પિતા સાથે રહેતી હતી. છૂટાછેડા પછી તેણે રેખા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી બંને વચ્ચે જીયા મુદ્દે તકરાર થતી હતી. 


આ જ મુદ્દે તકરાર થતાં બુધવારે રેખાબેને ઝેરી દવા પી લીધી હતી. આથી સંજય ગભરાઈ ગયો હતો અને પોતાને જેલમાં જવું પડશે, તેમ માનીની જીયાને લઈ સવજી કોરાટ બ્રિજ પાસે ગયો હતો. જ્યાં હૈયાફાટ રૂદન કર્યા પછી દીકરી સાથે નદીમાં ઝંપલાવી દીધું હતું. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ જીયાનો મૃતદેહ નદીમાંથી કાઢ્યો હતો. જ્યારે સંજયને બચાલી લીધો હતો. 


કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માતે મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 35 વર્ષીય સંજય તળાવિયાના 2018માં જલ્પા સાથે ડિવોર્સ થયા હતા. જ્યારે સંજયની 32 વર્ષીય બીજી પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને રેખાને પહેલાં લગ્નથી એક પુત્ર હતો. સાત વર્ષીય માસુમ બાળકી જીયા બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.