Dahod : દારૂ ભરીને પૂરપાટ જતી કાર પીકઅપ પાછળ ઘૂસી ગઇ, કારમાં આગ ફાટી નીકળતા બે લોકો બળીને રાખ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Feb 2021 10:50 AM (IST)
અકસ્માતમાં આઇ-10માં દારુ ભરેલ ગાડીમાં આગ લાગતા બે ઇસમો ગાડીમાં બળીને રાખ થઈ ગયા હતા. ગાડીમા બેઠેલ બન્ને ઇસમો બળીને રાખ થયા હતા.
તસવીરઃ કાર અને પીકઅપ વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત.
દાહોદઃ ઝાલોદ બાયપાસ રોડ ઉપર કાર અને પીકઅપ વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. અકસ્માતમાં આઇ-10માં દારુ ભરેલ ગાડીમાં આગ લાગતા બે ઇસમો ગાડીમાં બળીને રાખ થઈ ગયા હતા. ગાડીમા બેઠેલ બન્ને ઇસમો બળીને રાખ થયા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે, બે શખ્સો આઇ-10 કારમાં દારૂ ભરીને પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા, ત્યારે ઝાલોદ બાયપાસ રોડ પર આગળ જતી પીકઅપની પાછળ કાર ઘૂસાડી દેતાં અકસ્માત થયો હતો. અકસ્માત પછી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને આ આગમાં જ કારમાં બેસેલી બંને વ્યક્તિના બળી જવાથી મોત નીપજ્યા હતા.