દાહોદઃ લીમખેડા ખાતે હાઈવે પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બેના મોત થયા છે. જ્યારે ચાર ઘાયલ થયા છે. વિજય હોટલ નજીક બે બાઇક ટક્કરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઈક સવારના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઘાયલોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.  પોલીસ ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 


કલોલ દુર્ઘટનાઃ 'જો ભી ટાંકી મેં નીચે ગયા વો ઉપર નહીં આયા', સાંભળો નજરે જોનારાની જુબાની


કલોલઃ ખાત્રજ સ્થિત ટુટ્ટસન ફાર્મા કંપનીમાં  વેસ્ટેજ વોટર ટેંક સાફ  કરવા નીચે ઉતરેલા પાંચ યુવકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે, તમામ લોકોના ટાંકીમાં શોટ લાગવાથી મોત નીપજ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, જે લોકો ગયા તે પાછા આવ્યા નથી. અત્યારે પાંચેય મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આવડી મોટી ઘટના બની હોવા છતાં કંપનીના સત્તાધીશો આવ્યા નથી. 


નજરે જોનારી વ્યક્તિએ જણાવ્યું હતું કે, મેરો કો લગતા હૈ કી ઉસકે અંદર પાવર કંઈ શોટ લગા હોગા. ક્યુંકી તીન લડકે હમારે સામને ગયે. લાસ્ટ વાલે લડકે કો મૈને બોલા ભી અંદર મત જા. ઉસે ખેંચને કા કીયા. પર વો બોલા મેરા ભાઈ પડા હૈ. ઉસે પકડને ગયા પર વો ભી ચલા ગયા. પહલે દો આદમી ગયે થે. બાદ મેં તીન આદમી કંપની કે આયે, જો ઉન્હે બચાને કે લિયે ગયે, તો વો ભી ચલે ગયે. 


અન્ય એક નજરે જોનાર વ્યક્તિએ કહ્યું કે, અગર કોઈ આદમી પાની મૈં ગીરે ગા તો ફડફડાયેગા, પર જો સીડી પર પૈર રખતા હૈ વો હી ગીર જાતા થા. ના ફડફડાયા હૈ, ના કૂછ કીયા હૈ. સાયદ ઉસમેં કરંટ થા ઇસ વજહ સે યહ હુઆ. મૈને સબ ખૂદ દેખા હૈ. મૈં ભી ઉતરના ચાહ રહા થા, પર મૈં નહીં ઉતરા. મૈં આસપાસ કે આદમીઓ કો બટોર કે લાયા, પર કોઈ ભી નહીં આયા મેરે પાસ ઉસકી મદદ કે લીયે. બાદ મેં અપને શેઠ કો ફોન કરકે મદદ કે લિયે આદમીઓ કો બુલાયા હૈ. 


વધુ એક નજરે જોનારાએ કહ્યું કે, પહેલા બે લોકો હતા. પાણી કાઢી રહ્યા હતા તો એક આવાજ દીધી કે દિનેશ ગીર ગયા. ઇસ લિયે મેં ખડા હુઆ તો વો લડકા સુશીલ કુમાર કૂદ ગયા. વો કૂદ ગયા તો વો ભી ગીર ગયા. મેરી બીવી ભી ગીરને જા રહી થી, પર મૈને બોલા તું મત જા. સામને વાલે કો મદદ કરને કે લિયે બુલા લે. વો ચિલ્લા કે ગઈ બાદ મેં સબ લોગ આ ગયે. જો તીન લોગ બચાને ગયે, જો નીચે ગયા વો ઉપર નહીં આયા. વો સાફ સફાઈ કરને ગયે થે. પાની નીકાલ રહે થે. 
આ દુર્ઘટના ટુટ્ટસન ફાર્મા કંપનીમાં બની છે. 


સ્થાનિક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, ફાર્મા કંપનીમાં અજુગતું બન્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી હું તપાસ કરવા માટે આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે, વોટર ટેન્ક એક યુવક ટેન્કમાં કામ કરતો હતો. તે પડી જતાં અન્ય યુવકો તેને બચાવવા જતાં આ દુર્ઘટના ઘટી હતી.