દાહોદઃ આજે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ થવાનો છે. ત્યારે દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદમાં પણ રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાણે દીવાળી હોય તેમ પુરબીયાડ વિસ્તારને રંગોળીથી શણગારવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનુ ભુમીપુજનના સાક્ષી બનવા દાહોદના પાલ્લી પંચમુખી હનુમાન મંદિરને 1051 દીપોથી શણગારવામાં આવ્યુ છે. દીપોથી શણગારવામાં આવેલ મંદિરમાં ભક્તોએ દિવાળીની જેમ ઉજવણી કરી હતી.

રસ્તા પર રંગોળી, મકાનોની દીવાલ પર જય શ્રીરામ, ત્રિશુલ, ગદા, તીર, કમાન બનાવી વિસ્તારને શણગારવામાં આવ્યો છે. સાંજે તમામ વિસ્તારને દીપોથી સજાવવામાં આવશે. વિસ્તારના લોકોએ જાતે રંગોળી બનાવી છે.


તારીખ ૫ ઓગસ્ટ 2020ને બુધવારનો દિવસ ભારતનો ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. આ દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનું ભૂમી પૂજન થવાનું છે. સમગ્ર ભારત તથા વિશ્વમાં બપોરના 12:00 કલાકે ઘંટનાદ તથા સાંજના 08:00 દીવા પ્રગટાવી ઘંટ નાદ થવાનો છે. આ ખુશીના પ્રસંગે રામમંદિર ભૂમિપૂજનનો દાહોદમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. આ ઘડી ના સાક્ષી બનવા દાહોદ જિલ્લાના લીમખેડાના પાલ્લી માં આવેલ પંચમુખી હનુમાન મંદિરમાં ભવ્ય તૈયારીઓ કરાઈ છે.



મંદિરના પૂજારી સુરેશ મહારાજ અને ભક્તો દ્વારા મંદિરને દીપો રોશની,આસોપાલવ ,અનેફૂલો થી સજાવવામાં આવ્યા મંદિરમાં 1 હજાર 51 દીપો થી મંદિરને પ્રકાશભાઈ કરવામાં આવ્યું હતું. મંદિરની અંદર ભારતનો નકશો બનાવવામાં આવ્યો તેની આસપાસ ઓમ સ્વસ્તિક રામ ભગવાનનું શસ્ત્ર તિર અને કમાન બનાવી નકશાની અંદર જયશ્રીરામ લખવામાં આવ્યું.



દીવાને ભક્તો દ્વારા પ્રજવલીત કરવામાં આવ્યા હતા, એક એક કરી પ્રગટાવામાં આવેલ દીપ થી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો . આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દીપ પ્રજ્વલિત કરી શ્રી રામજી ની મૂર્તિ તસવીર પર માલા ચડાવી દિપો પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અને અયોધ્યામાં થનાર ભગવાન શ્રીરામના મંદિરના શિલાન્યાસ ની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.



જોકે કોરોના મહામારીને ધ્યાને લઇ ગણતરી ના લોકો હાજર રહ્યા અને મંદિર માં પ્રવેશતાની સાથે રામ ભક્તોને ઉકાળાનું વિતરણ તેમજ સેનેટાઈઝર કરવામાં આવ્યું રામભક્તોએ દીપો થી જગમગાયેલુ મંદિરમાં લોકો એ સુંદર દ્રશ્ય અને આકર્ષિત દર્શન કર્યા હતા . આજ રોજ મંદિરમાં 12 વાગે આતીશબાજી કરી ભવ્ય ઉજવણી કરશે.