PM Modi Gujarat Visit: પીએમ મોદીએ પાવાગઢ ખાતે ધ્વજારોહણ કરી હવે થોડીવારમાં વડોદરા આવી પહોંચશે. પ્રધાનમંત્રી આજે વડોદરામાં કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ જનતાને આપશે. ત્યારે આ પ્રસંગે અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા મહાનુભવોમાં એક વ્યક્તિ ખાસ છે અને એ છે પીએમ મોદી સાથે આરએસએસમાં રહેલા ડો.ભોગીભાઈ પટેલ. પીએમ મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા ડો.ભોગીભાઈ પટેલને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.


 



1979 માં આર.એસ.એસ પ્રચારક તરીકે નરેન્દ્ર મોદી સાથે ડો ભોગીભાઈએ વડોદરા, સુરત, ભરૂચ, જામનગર, સોજીત્રા, પેટલાદ, વેરાવળ, ઝનોરમાં કામ કર્યું હતું. 1 જુલાઈ 1965 માં આર.એસ.એસ માં જોડાનાર ડો ભોગીભાઈની તત્કાલીન પીએમ મોદી સાથે અનેક જુની યાદો છે. 1975માં કટોકટી સમયે તેઓ 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યા હતા. તેઓ વડોદરા અને અમદાવાદની જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત દિપક પંડ્યા પણ હાજર રહેશે, જેઓ 2013થી પી.એ તરીકે નરેન્દ્ર મોદી સાથે કામ કરતા હતા.


PM મોદીએ કહ્યુ- 'સદીઓ બાદ પાવાગઢ મંદિર પર શિખર ધ્વજ ફરક્યો'


વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતના તિર્થોમાં આજે શાંતિ, સુવિધા અને સમુદ્ધિ છે. ગુજરાતના રક્ષા કવચ તરીકે કામ કરતું એક શક્તિ ચક્ર છે. બનાસકાંઠામાં મા અંબાજી, પાવાગઢમાં મા મહાકાળી, ચોટીલામાં મા ચામુંડા, ભાવનગર પાસે ખોડિયાર માતાજી, મહેસાણા પાસે બહુચર માતાજી, ઉંઝામાં ઉમિયાધામ છે. પંચમહાલ મહાન ગાયકોની ધરતી છે. પાવાગઢ 24 કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજનાનું સાક્ષી છે.






વડાપ્રધાન મોદીએ કહ્યું કે સદીઓ બાદ પાવાગઢ મંદિર પર શિખર ધ્વજ ફરક્યો છે. સદીઓ અને યુગ બદલાઇ પરંતુ આસ્થાનુ શિખર સર્વોચ્ચ રહે છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. કેદારધામ અને કાશીમાં  પણ ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.  સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે.


મા મહાકાળીના ચરણોમાં બેસીને આશીર્વાદ મેળવ્યા: મોદી



લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મા મહાકાળીના ચરણોમાં બેસીને આશીર્વાદ મેળવ્યા છે. સપનું જ્યારે સંકલ્પ બને અને સંકલ્પ જ્યારે સિદ્ધિ બને ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. આ ક્ષણ પ્રેરણા અને ઉર્જા આપનારી છે. ગુપ્ત નવરાત્રી અગાઉ મહાકાળીનું આ મંદિર દિવ્યરૂપમાં દર્શન આપી રહ્યું છે.




માતા હીરાબાના આશીર્વાદ લઇને વડાપ્રધાન મોદી પાવાગઢ પહોંચ્યા હતા. અહી તેઓ મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કરશે 137 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યો કરવામા આવ્યા છે. પરિસરના પ્રથમ અને બીજા માળે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરાયું છે. જીર્ણોદ્વારનું કાર્ય 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે.