Gujarat politics: વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. સુરેશ પટેલને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આરએસએસના કાર્યક્રમમાં હાજરી અને પ્રવચન આપવા બદલ સુરેશ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આર.એસ.એસ.નો કાર્યક્રમ હરણીની સિગ્નસ સ્કૂલમાં યોજાયો હતો. 8 મે ના રોજ આર.એસ.એસ.ના પ્રશિક્ષણ વર્ગમાં અતિથિ તરીકે હાજરી આપી હતી. જે બાદ સુરેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારને ધમકી મળવાની થઈ શરૂઆત


રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારા પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળવાની શરૂઆત થઈ છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઘરનું એડ્રેસ પૂછી ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ તેમણે કહ્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે. અંધશ્રદ્ધા ન ફેલાય તે જ મારો ઉદ્દેશ છે, અત્યાર સુધીમાં પાંચથી છ વખત ધમકીભર્યા ફોન આવ્યા છે. બાબા મને સમય આપશે તો હું ચોક્કસ મળીશ, બાબા સનાતન ધર્મનો પ્રચાર કરે છે તેનો મારો વિરોધ નથી. સનાતન ધર્મના પ્રચાર માટે મંજૂરી મળવી જોઈએ, મારો વિરોધ સનાતન ધર્મનો નથી માત્ર ધતિંગનો છે. હું પોલીસ પ્રોટેક્શન નથી માંગતો.


પુરુષોત્તમ પીપળીયાએ શું ફેંક્યો હતો પડકાર


દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા.  પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપળીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરુષોત્તમ પીપળીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.  જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.