છોટાઉદેપુરઃ ગતરાત્રે નસવાડીમાં ગણપતિ વિસર્જન વખતે યુવક ડૂબ્યો હતો. ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુ (ઉ. 30)નો સવારે મૃતદેહ મળી આવ્યો છે. અશ્વિન નદીમા ગઈકાલે નવી નગરીના ગણેશ વિશર્જન વખતે ઘટના બની હતી. નસવાડી પોલીસ સ્થળ પર પોહચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


સુરત :- ભાગળ વિસ્તારમાંથી ગણપતિ બાપ્પા ની શાહી સવારી. બેન્ડ બાજા સાથે ગણપતિ ની સવારી નીકળી. યુવાનોએ ડાન્સ કરી બાપ્પાને વિદાય આપી. વહેલી સવારે ગણપતિ બાપ્પાને વિસર્જન માટે લાવનાર મંડળોને સન્માનિત કરાયા. સુરત શહેરમાં વહેલું વિસર્જન હાથ ધરવા અપીલ.


અમદાવાદઃ આજે અનંત ચતુતદર્શી છે. આજે થશે દુંદાળા દેવનું વિસર્જન છે. 09 દિવસની આરાધના બાદ દશમે દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન. ગણેશમૂર્તિના વિસર્જનને લઈને રિવરફ્રન્ટ સહિત અનેક જગ્યાએ કોર્પોરેશને બનાવ્યા વિસર્જન કુંડ. બપોરથી DJ ના તાલ સાથે અમદાવાદીઓ મોટાપાયે કરશે ગણેશ મૂર્તિઓનું વિસર્જન.


Pitru Paksha 2022 Niyam: આ વખતે પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. પિતૃ પક્ષ દરમિયાન ચણા અને મસૂર સહિતની આ વસ્તુઓનુ સેવન  કરવું જોઈએનહિ તો પિતૃ ગુસ્સે થઈ જાય છે.


 હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષમાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને તેમના નામ પર તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.


પિતૃ પક્ષમાં ચણા ન ખાવા


ધાર્મિક માન્યતા અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન ચણા અને ચણામાંથી બનેલા પદાર્થો જેમ કે ચણાની દાળ અને સત્તુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે શ્રાદ્ધ પક્ષમાં ચણા વર્જિત છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન ચણાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.


મસૂર દાળ


પિતૃ પક્ષમાં શ્રાદ્ધ દરમિયાન કાચા અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષ દરમિયાન મસૂરનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય કઠોળ, ચોખા, ઘઉં જેવા કાચા અનાજનું પણ પિતૃ પક્ષ દરમિયાન સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, તેને ઉકાળીને ખાવું જોઈએ. શ્રાદ્ધ દરમિયાન મસૂરની દાળનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં ન કરવો જોઈએ.


લસણ-ડુંગળીનું સેવન પ્રતિબંધિત છે


હિંદુ શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષ દરમિયાન લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. લસણ અને ડુંગળીને તામસિક ખોરાકની શ્રેણીમાં ગણવામાં આવે છે. કહેવાય છે કે પિતૃપક્ષમાં આ વસ્તુઓનું સેવન કરવાથી પિતૃ ક્રોધિત થાય છે અને અસંતુષ્ટ રહે છે. આ કારણે કુંડળીમાં પિતૃ દોષ રહે છે.


પિતૃપક્ષમાં આ શાકભાજીનું સેવન પ્રતિબંધિત છે


પિતૃપક્ષ દરમિયાન પણ બટાકા, મૂળા, અરબી અને કંદ ધરાવતી શાકભાજીને ભૂલથી પણ  ન ખાવી  જોઈએ. આ સિવાય જે શાકભાજી જમીનની અંદર ઉગે છે તેનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. શ્રાદ્ધમાં આ શાકભાજી ન તો જાતે ખાવી જોઈએ અને ન તો બ્રાહ્મણોને ખવડાવવી જોઈએ અને તેમને દાન પણ આપવી વર્જિત છે.


Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.