વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં બે છોકરીઓના શંકાસ્પદ મોત થયા છે. વડોદરાના અટલાદરા માધવ નગર આવાસ યોજનામાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. અહીં બે છોકરીઓએ સ્યૂસાઈડ કરી હોવાની વાત સામે આવી છે.  બંને છોકરીઓએ સાતમાં માળેથી કુદકો માર્યો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા અટલાદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતા બંને યુવતીઓના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. પરિવારમાં ઘેરો આક્રંદ છવાયો છે.


સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. સુસાઇડ કરનારી બંને યુવતીઓ સગીરવયની હોવાની માહિતી સામે આવી છે.  એસીપી પ્રણવ કટારીયા સહિતનો સ્ટાફ સ્થળ પર  પહોંચ્યો છે. આત્મહત્યા કરનાર કિશોરીઓમાં એકની ઉંમર 14 વર્ષની અને બીજીની 12 વર્ષ હતી. હત્યા,આત્મહત્યા કે અકસ્માત તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. સાતમા માળેથી પટકાતા બંન્નેના મોત થયા હોવાની શરુઆતમાં માહિતી સામે આવી છે.


સુરતમાં ફરી BRTS બસનો કહેર જોવા મળ્યો છે. માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં BRTS બસે અકસ્માત સર્જ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર BRTS બસે બાઈક પર જઈ રહેલા 7 જેટલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્યને સારવાર અર્ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલે ખસેડવામાં આવેલા લોકોની હાલત પણ ગંભીર હોવાની માહિતી સામે આવી છે.


સુરતમાં BRTSની અડફેટે અનેક લોકો કચડાયા છે.  કતારગામમાં BRTS બસે છથી વધુ વાહનોને અડફેટે લીધા છે. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ થયા છે જ્યારે ચારથી વધુની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. હાલમાં છ લોકોને કિરણ હોસ્પિટલમાં અને એકને સ્મીમેરમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રફુલ પાનસેરિયા સાથે ફોન પર વાતચીત કરી છે. કતારગામના ગજેરા સર્કલ પાસે આ દુર્ઘટના ઘટી છે. તો બીજી તરફ ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી છે. ભીડને દૂર કરવા પોલીસની ટીમ પહોંચી છે. 


મેયર પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચશે તેવી માહિતી સામે આવી છે. મંત્રી પ્રફુલ પાનસેરિયા, સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર હાલમાં હોસ્પિટલે પહોંચ્યા છે. શિક્ષણ રાજ્યમંત્રી કાર્યક્રમ છોડીને હોસ્પિટલે પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. દુર્ઘટનાસ્થળે સર્જાયેલા ટ્રાફિકજામને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ એમ્બ્યુલંસ બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.


ઘાયલ થયેલા લોકોની યાદી









યશ કેતનભાઈ પટેલ 


સંજયભાઈ સોમાભાઈ 


અંબાદાસ માહેલ 


પરેશ સંતાણી 


આકાશ પાટીલ


અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત ઉશ્કેરાયેલી ભીડે બસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ કતારગામ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી હતા અને ભીડને દૂર કરી હતી. અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકોમાં BRTSના ડ્રાઈવર પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે સુરતમાં સીટી બસનો કહેર સામે આવ્યો હોય આ પહેલા પણ સીટી બસના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.