વડોદરાઃ વડોદરામાં 53 વર્ષના પુરૂષને પોતાનાથી 30 નાની અને પોતાની દીકરીની ફ્રેન્ડ યુવતી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. છેલ્લા આઠ વર્ષથી બંને શારીરિક સંબધો બાંધીને રંગરેલિયાં મનાવતાં હતાં પણ યુવતીને બીજા એક યુવક સાથે શારીરિક સંબંધો બંધાતાં તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નમાં જૂના પ્રેમી વિઘ્ન બનશે એવું લાગતાં પ્રેમિકાએ પ્રેમીની મદદથી જૂના પ્રેમીની હત્યા કરી નાંખી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાનાં ગોરવા વિસ્તારમાં આવેલાં જીવાભાઇ પાર્ક ફ્લેટનાં ત્રીજા માળે આવેલ A-304 નંબરનાં 53 વર્ષીય રામલાલ પટેલ રહેતા રહેતા હતા. વડોદરાનાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં 12 વર્ષથી નોકરી કરતા અને સુપરવાઇઝર તરીકે કામ કરતાં રામલાલ પટેલને આઠ વર્ષ અગાઉ તેની સામેનાં જ ફ્લેટમાં રહેતી અને પોતાની દિકરીની બહેનપણી એવી કિંજલ નામની 22 વર્ષીય યુવતી સાથે સંબંધ બંધાયા હતાં. આ સંબંધ વધુ ગાઢ બની શારીરિક સંબંધોમાં પરિણમ્યાં હતાં. કિંજલ અને રામલાલ છેલ્લાં 8 વર્ષી શારીરિક સંબંધો બાંધીને રંગરેલિયાં માનવતાં હતાં.
થોડા સમય પહેલાં કિંજલનાં જીવનમાં કૃણાલ નામનો યુવક આવતાં બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. રામલાલને આ વાતની જાણ થતાં રામલાલે વાંધો ઉઠાવ્યો હતો. પ્રેમિકાએ રામલાલનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કરી પોતાના પ્રેમી સાથે મળી શનિવારની મોડી રાત્રે રામલાલનાં ઘરમાં જઇ માથામાં હથોડીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં બંને જણાં ફરાર થઇ ગયાં હતાં.
રામલાલની હત્યા કરી પહેલાં કપડવંજ અને બાદમાં ત્યાંથી આણંદ ભાગેલા હત્યારા કિંજલ અને કૃણાલને પોલીસે આણંદની એક હોટલમાંથી ઝડપી લીધાં હતાં. ગોરવા પોલીસે હત્યાની આ ચકચારી ઘટનાનો 8 કલાકમાં જ ભેદ ઉકેલી કાઢી હત્યારા પ્રેમી પ્રેમિકાને ઝડપી પાડ્યા હતાં. રામલાલને 30 વર્ષ નાની પ્રેમિકા સાથેનાં અનૈતિક સંબંધોની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી છે.
વડોદરાઃ દીકરીની 30 વર્ષ નાની ફ્રેન્ડ સાથે પુરૂષને બંધાયા શારીરિક સંબંધ, 8 વર્ષ પછી યુવતીને બીજા યુવક સાથે બંધાયા સંબંધ ને...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2020 10:43 AM (IST)
રામલાલની હત્યા કરી પહેલાં કપડવંજ અને બાદમાં ત્યાંથી આણંદ ભાગેલા હત્યારા કિંજલ અને કૃણાલને પોલીસે આણંદની એક હોટલમાંથી ઝડપી લીધાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -