છોટાઉદેપુર : છોટાઉદેપુરના વીરપુર પંચાયતમાં વિવાદ થયો હતો. વિજેતા જાહેર કરાયા બાદ વિજય સરઘસમાંથી ફરી તેંડુ આવ્યું હતું. રી-કાઉન્ટીગમાં વિજેતા જાહેર કરાયેલા પરાજિત જાહેર કરાયા છે.  પ્રથમ અંધારીબેન નાયકાને 20 મતથી વિજેતા બતાવ્યા હતા. રિકાઉન્ટીગ બાદ ઉષાબેન રાઠવાને 35 મતથી વિજેતા જાહેર કરાયા હતા. પ્રથમ ગણતરીમાં 57 મતો ગાયબ હોવાનું આવ્યું બહાર છે. 


ગુજરાતમાં ભાજપના આ ધારાસભ્યનાં પત્નિ સરપંચની ચૂંટણી હારી ગયાં, જાણો વિગત  


સુરેન્દ્રનગરઃ  ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું અને ચર્ચાસ્પદ પરિણામ મોરબી ની ત્રાજપર ગ્રામ પંચાયતમાં આવ્યું છે. મોરબી ની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચપદના ઉમેદવાર તરીકે ભાજપના ધારાસભ્યના પત્નિએ ઝંપલાવેલું પણ તેમની કારમી હાર થતાં ભાજપ શરમજનક સ્થિતીમાં મૂકાયો ચે.


મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપં બનવા માટે  ભાજપના હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાના ધર્મપત્ની જશુબેન સાબરીયા મેદાનમાં ઉતર્યાં હતાં. જો કે ભાજપ ધારાસભ્યના પત્ની જશુબેન સરપંચની ચૂંટણી હારી ગયાં છે. જશુબેન સામે જયંતીભાઈ મધુભાઈ ઝીંઝુવાડિયાનો વિજય થયો છે અને જ્યંતીભાઈ સરપંચપદે ચૂંટાયા છે.


રાજ્યમાં સાડા આઠ હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું.  મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ તેમાં સાસુ વર્સીસ વહુના બંને જંગ પર સૌની નજર  હતી. 


ગુજરાતની કઈ ગ્રામ પંચાયતમાં માત્ર 21 વર્ષનો કોલેજિયન છોકરો બન્યો સરપંચ?


અરવલ્લીઃ ગુજરાતમાં સાડા આઠ હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. મંગળવારે થયેલી મતગણતરી પછી અનેક યુવાનો સરપંચ બન્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ૨૧ વર્ષનો યુવાન સરપંચ બન્યો છે. મેઘરજની છીટાદરા પંચાયતમાં સૌથી યુવાન વયનો સરપંચ બન્યો છે.  નર્સિંગનો અભ્યાસ કરતો યુવક જીગર ખરાડી સરપંચ બન્યો છે.  


ગ્રામ લોકોએ ૨૧ વર્ષના સરપંચની જીતને વધાવી લીધો હતો. જીગર ખરાડીએ પોતાના આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો. 


માત્ર 21 વર્ષની યુવતી આ ગામમાં બની સરપંચ, જાણો વિગત


કાંકરેજઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. 



કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે.  105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું.