વડોદરા: રાવપુરાના કોઠી પોડ પાસેના રાવળ મહોલ્લા ખાતે પથ્થરમારો થયો છે. આ મામલે 22 લોકોની અટકાયત કરવામાં આવી છે. પથ્થરમારાની સાતે સાથે રીક્ષા, બાઇક, લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે. આ ઉપરાંત અનેક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગે સ્થાનિક લોકોએ કહ્યું કે, રાત્રે લાકડીઓ, પાઇપો, તલવાર લઈને લોકો આવ્યા હતા.


 



આ અંગે વિગતે વાત કરીએ તો વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ થઈ છે.  બે બાઇક વચ્ચે થયેલ અકસ્માત બાદ જૂથ અથડામણ થઈ હતી. એક કોમના ટોળાએ કોઠીપોળની સાંઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી. ત્યાર બાદ તલવારધારી ટોળાએ ભારે પથ્થરમારો કર્યો. 10 થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરી હતી જેમા 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે રાત્રે જ સાંઈબાબાની નવી મૂર્તિની સ્થાપના કરાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર સહિતના કાફલાએ વિસ્તાર કોર્ડન કરી મામલો શાંત પાડયો હતો. રાવપુરા ટાવર રોડ પર 400 થી 500 લોકો ધસી આવ્યા હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત વાહનચાલકોને રોકી રોકીને માર્યા હોવાની માહિતી મળી છે.


એકલવ્ય સ્કૂલની વાનનો અકસ્માત, પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત
રાજકોટ: જસદણની એકલવ્ય સ્કૂલની વાનનો અકસ્માત થયો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આ અકસ્માત થયો છે. સ્કૂલ વાન અને ફોરવ્હીલર વચ્ચે થયો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે સ્કૂલ વાનમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. જ્યારે સામેની કારના પણ 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.


એક પરિવારના 4 સભ્યોએ કેનાલમાં જંપલાવ્યું
ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલોમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટનાઓમાં ઉમેરા સાથે આજે વધુ એક કરુણ ઘટના સામે આવી છે. થરાદના વામીગામ ગામ નજીક આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં 4 લોકોએ કેનાલમાં જંપલાવ્યું છે. કેનાલમાં પડનાર આ ચારેય લોકો થરાદ તાલુકાના પીલૂડા ગામના એક પરિવાર 4 સભ્યો હોવાનું અનુમાન છે. કેનાલમાં ચાર લોકો પડવાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકોના ટોળેટોળા કેનાલ પર ઉમટ્યા હતા. 


પીલૂડા ગામના એક પરિવાર 4 સભ્યોએ શા માટે કેનાલમાં જંપલાવ્યુ તેનું કારણ હાલ જાણવા નથી મળ્યું. આ ઘટનાની જાણ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર અને ટીમને કરતાં ચારેય લોકોને બચાવવા માટે ઘટના સ્થળે જઈ શોધખોળ હાથ ધરી છે. બે કલાકની શોધખોળ બાદ માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ પણ બે લોકોને શોધવાની કવાયત ચાલુ છે. સ્થાનિક લોકો અને થરાદ ફાયર વિભાગના તરવૈયા સુલતાન મીર દ્વારા અન્ય બે સભ્યોની પણ શોધખોળ હાથધરાઈ છે.