Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવા માટેનો છેલ્લો દિવસ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. માંજલપુર બેઠક માટે બીજા તબક્કામાં તા. 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે.


માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, હું આજે ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરવા જઈશ. તેમણે જણાવ્યું કે, સી.આર પાટિલ અને મુખ્યમંત્રીએ મારી ટિકિટ જાહેર કરી છે. હું આ ચૂંટણીમાં પણ વધુમાં વધુ મત સાથે વિજેતા બનીશ. માંજલપુરમાં મારો કોઈ વિરોધ નહોતો. પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.' યોગેશ પટેલને વહેલી સવારે ભાજપ મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હોવાની અને તેમને ટિકિટ ફાળવી હોવાની તેમણે વાત કરી હતી.


વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ 4 વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી 2  ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ તેમને આઠમી વખત તક આપી છે.


કોંગ્રેસની વધુ એક યાદી થઈ જાહેર


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસે વધુ 37 ઉમેદવારોના નામથી જાહેરાત કરી છે.  ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે કોંગ્રેસે 4 સિટિંગ એમએલએની ટિકિટ આપવામાં આવી છે.


પાલનપુરથી મહેશ પટેલ


દિયોદરથી શિવાભાઇ ભૂરિયા


કાંકરેજથી અમૃતભાઇ ઠાકોર


ઊંઝાથી અરવિંદ પટેલ


વિસનગરથી કિરીટ પટેલ


બેચરાજીથી ભોપાજી ઠાકોર


મહેસાણાથી પી.કે.પટેલ


ભિલોડાથી રાજુ પારઘી


બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા


પ્રાંતિજથી બહેચરસિંહ રાઠોડ


દહેગામથી વખતસિંહ ચૌહાણ


ગાંધીનગર ઉત્તરથી વિરેન્દ્રસિંહ વાઘેલા


વિરમગામથી લાખાભાઇ ભરવાડ


સાણંદથી રમેશ કોળી


નારણપુરાથી સોનલબેન


મણિનગરથી સી.એમ.રાજપૂત


અસારવાથી વિપુલ પરમાર


ધોળકાથી અશ્વિન રાઠોડ


ધંધુકાથી હરપાલસિંહ ચુડાસમા


ખંભાતથી ચિરાગ પટેલ


પેટલાદથી ડૉક્ટર પ્રકાશ પરમાર


માતરથી સંજયભાઇ પટેલ


મહેમદાબાદથી જુવાનસિંહ ગદાભાઇ


ઠાસરાથી ક્રાંતિભાઇ પરમાર


કપડવંજથી કલાભાઇ ડાભી


બાલાસિનોરથી અજિતસિંહ ચૌહાણ


લુણાવાડાથી ગુલાબસિંહ


સંતરામપુરથી ગેંડાલભાઇ મોતીભાઇ


શહેરાથી ખાતુભાઇ પગી


ગોધરાથી રશ્મિતાબેન ચૌહાણ


કાલોલથી પ્રભાતસિંહ ચૌહાણ


હાલોલથી રાજેન્દ્ર પટેલ


દાહોદથી હર્ષદભાઇ નિનામા


સાવલીથી કુલદીપસિંહ રાઉલજી


વડોદરા શહેરથી ગુણવંતરાય પરમાર


પાદરાથી જશપાલસિંહ પઢિયાર


કરજણથી પ્રિતેશ પટેલ