વડોદરાઃ નાયબ મુખ્યમંત્રી (Deputy CM) નીતિન પટેલ (Nitin Patel)એ વડોદરા (Vadodara) આજથી 5 વિધાનસભામાં 10 તંબુ તાંણી રેપીડ એન્ટીજન ટેસ્ટ (Antigen test)ની જાહેરાત કરી હતી. સવારના 10:30 વાગ્યા હોવા છતાં નિઝામપુરા અને રેલવે સ્ટેશન બહારના તંબુમાં એક પણ મેડિકલ સટાફ દેખાતો નથી.


નીતિન પટેલની જાહેરાતનો ફિયાસકો થતો દેખાઈ રહ્યો છે. રેપીડ એન્ટીજન ટેસ્ટ કરી શહેરીજનોને તાત્કાલિક સેવા આપવાની જાહેરાત ફક્ત જાહેરાત રહી ગઈ છે. ગ્રાઉન્ડ રિયાલિટી (Ground reality) અલગ નીકળી છે. સરકાર ની મોટી મોટી જાહેરાતો પોકળ સાબિત થઈ રહી છે. 


મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ વડોદરામાં પ્રતિદિન 25 હજાર વેકસીનેસન (Corona Vaccination)ના આદેશ આપ્યા હતા. નીતિન પટેલે પણ શનિવારે વડોદરામાં મોટી મોટી જાહેરાતો કરી હતી,  પણ રસીનો સ્ટોક ખલાસ થઈ જતા રવિવારે વેકસીનેશન શહેર-જિલ્લામાં બંધ રખાયું હતું.


નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે (Nitin Patel) શનિવારે વડોદરા ખાતે કોરોનાને લઈ સમીક્ષા કરી હતી. જે બાદ જણાવ્યું કે રાજયમાં વધતા કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકો પણ કોરોનાના પ્રોટોકોલનું (Corona Protocol) ચુસ્તપણે પાલન કરે અને સંયમ રાખી સહયોગ આપે એ જરૂરી છે. રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી બિનજરૂરી રીતે વધુ સમય દાખલ રાખી નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે આ માટે રાજય સરકારે નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી દીધી છે. આ ટીમો રવિવારથી જ રાજયની તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવારનો અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે

લોકડાઉનને લઈ શું બોલ્યા નીતિન પટેલ


 


વડોદરા ખાતે કોરોના સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે ઉમેર્યુ કે,રાજયમા હાલ ૨૨૦૦ થી ૨૫૦૦ કેસો આવી રહ્યા છે ત્યારે સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે રોજ યોજાતી કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરીને યોગ્ય નિર્ણયો પણ અમે લઈ રહ્યા છીએ. રાજયમાં હાલ કોઈ લૉકડાઉનની (Gujarat Lockdown) આવશ્યકતા જણાતી નથી જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાશે.


 


તેમણે ઉમેર્યુ કે, રાજયના મહાનગરોમાં કોરોનાના દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે એ માટે જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમા વધુ સરકારી પથારીઓ રીઝર્વ કરવા માટે મ્યુનિસીપલ કમિશ્નર અને જિલ્લા કલેટરને સત્તા આપી દેવાઈ છે. એટલું જ નહી અન્ય રાજયોમાં થી ગુજરાતમાં આવતા નાગરિકો નો RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેને જ પ્રવેશ આપવાનો નિર્ણય પણ રાજય સરકારે કર્યો છે, જેનો અમલ પણ ૧લી તારીખથી શરૂ કરી દેવાયો છે.કોરોનાની સારવાર માટે અપાતા રેમડિસીવરના ઈન્જેકશનનો જથ્થો પણ રાજયમાં પૂરતા પ્રમાણમાં  ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી  વધુ ૫૦ હજાર વાયલનો ઓર્ડર આપી દીધો છે જે સત્વરે ઉપલબ્ધ થશે.

તેમણે ઉમેર્યુ કે રાજયમા વેકસીનેશનની કામગીરી પણ પૂર જોશમાં ચાલી રહી છે એ માટે વેકસીનનો જથ્થો સમયસર મળી રહ્યો છે આ અંગે વડાપ્રધાન નરેન્દ્રમોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી  સાથે પણ અમે સતત સંકલનમા છીએ ત્યારે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોએ રસી લેવા અનુરોધ પણ કર્યો છે.
  
નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના  કેસોનું પ્રમાણ વધી રહ્યુ છે. રાજ્યમાં પણ બીજા તબક્કાનું કોરોના સંક્રમણ શરૂ થતાં  કેસો વધ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના  દર્દીઓની સારસંભાળ અંગે જિલ્લાના તંત્ર વાહકોને  માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ. વડોદરા શહેરમાં પણ  દર્દીઓનો વધારો થઈ રહ્યો છે રાજ્યમાં  કોરોના દર્દીઓની સારવાર ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.