વડોદરાઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના થતા અત્યારે તેઓ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમની સાથે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા, સાંસદ વિનોદ ચાવડા અને જશવંતસિંહ ભાભોરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યારે હવે ભાજપના વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની બે સભામાં હાજર વડોદરા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જને કોરોના થયો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા ઘનશ્યામ દલાલ હોમ કોરોન્ટાઈન થયા છે. સી.એમ રવિવારે ચૂંટણી સભા સંબોધવા વડોદરા આવ્યા હતા.