વડોદરાઃ પાદરાનું શાક માર્કેટ બંધ, લોકોએ ડબલ રૂપિયા આપી લેવા કરી પડાપડી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Mar 2020 10:12 AM (IST)
પાદરા શાક માર્કેટ બંધ થતાં લોકોએ શાકભાજી લેવા માટે કરી પડાપડી. શાક વિક્રેતાઓ ડબલ ભાવ પડાવ્યા.
વડોદરાઃ ગુજરાત સમગ્ર દેશમાં કોરોનાના પગપેસારાને પગલે 21 દિવસ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. જેનો અમલ ગુજરાતમાં પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાદરાના શાક માર્કેટને બંદ કરવામાં આવતાં લોકો શાકભાજી માટે પડાપડી કરી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં શાકની લારીઓ પર ઉમટી રહ્યા છે અને બમણા રૂપિયા ચૂકવી શાકભાજી ખરીદી રહ્યા છે. સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપી હોવા છતાં લોકો જાહેરાનામાનો ભંગ કરી રહ્યા છે. બીજી તરફ લોકોની મજબૂરીનો લાભ શાકભાજી વેચતા વેપારીઓ ઉઠાવી રહ્યા છે. જેને કારણે આમ જનતા આડેધડ લૂંટાઈ રહી છે. પાદરા શાક માર્કેટ બે દિવસ લોલ ડાઉન રહેવાની છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 36 કેસો પોઝિટિવ આવ્યા છે. જેમાંથી વડદોરામાં 7 કેસ સામે આવ્યા છે.