વડોદરાઃ વડોદરાના મોટા ગરબા આયોજકો આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરે. ત્રીજી લહેરની આશંકાને પગલે મોટા ગરબા આયોજકો ગરબા નહીં યોજે. યુનાઇટેડ વે અને માં શક્તિના ગરબા નહીં યોજાય. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે યુનાઇટેડ વે રિસ્ક નહીં લે. સરકાર પરવાનગી આપે તો પણ માં શક્તિ ગરબા આયોજક ગરબા નહીં કરે.


ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ અશક્ય છે. ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય તેમ નથી. મોટા આયોજનનો સમય પણ હવે રહ્યો નથી, તેમ ગરબા ઓર્ગેનાઇઝર દ્વારા જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ વર્ષે પણ કોરોના મહામારીને પગલે જન્માષ્ટમીના મેળા રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહોરમના તાજિયા અમદાવાદ અને રાજકોટમાં સ્વેચ્છાએ નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


જન્માષ્ટમીના તહેવારો પહેલા ફરી એકવાર ખાદ્યતેલનામાં ભાવમાં ઝીંકાયો મોટો વધારો, જાણો કેટલો વધ્યો ભાવ?


રાજકોટઃ એક બાજુ સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ રોજ વધી રહ્યા છે. રાજકોટ સિંગતેલ કરતાં કપાસિયા તેલના ભાવ વધ્યા છે. આજે સીગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 30 -30 વધારો આવ્યો છે. કપાસિયા તેલનો એક ડબ્બાનો ભાવ 2550 રૂપિયા થયો છે.


સીંગતેલના ડબ્બાના ભાવ 2500 રૂપિયા થયા છે. એક બાજુ સાતમ આઠમનો તહેવાર નજીક આવી  ગયો છે. તો બીજી બાજુ તેલના ભાવ વધતા લોકોને વધુ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ ભાવ વધારા પાછળનું કારણ વેપારીઓનું કહેવું છે કે હાલ વરસાદ ખેંચાયો છે જેથી આ ભાવ વધારો આવ્યો છે. 
વૈશ્વિક બજારમાં પામ ઓઈલના ભાવ પણ વધી રહ્યા છે. ગત વર્ષે કપાસિયા તેલના ભાવ સિંગતેલ કરતા અડધા હતા. આજે બન્નેના ભાવ સરખા થયા છે. મધ્યમ વર્ગના લોકો વધુ કપાસિયા તેલનો જ વપરાશ કરે છે.