વડોદરાઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઓમિક્રોનના કેસો વધતાં ફરી એકવાર લોકોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરામા ઓમિક્રોનના 10 કેસ નોંધાયા છે. ગઈ કાલે 7 દર્દીના રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. 10 કેસ સાથે વડોદરા નંબર વન પર છે. હરણી રોડ પરની સોસાયટીમા ઝામ્બિયાથી આવેલા દંપતીના સંપર્કમાં આવેલા પરિવાર ને ઓમિક્રોન થયો. ત્રણ બાળકો પણ ઓમિક્રોનની ઝપેટ મા આવ્યા. સંક્રમિત થયેલા લોકો કોના કોના સંપર્કમા આવ્યા હતા તે શોધવા આરોગ્ય વિભાગની દોડધામ.
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસને લઈ ચિંતા છે. એવામાં ગુજરાતમાં પણ ઓમિક્રોનના નવા કેસ વધી રહ્યા છે. વડોદરા શહેરમાં ગઈ કાલે ઓમિક્રોનના એક સાથે 7 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો હતો. એક સાથે શહેરમાં 7 ઓમિક્રોનના કેસ નોંધાતા શહેરીજનો ચિંતામાં છે. વડોદરામાં આજે 7 ઓમિક્રોન કેસ નોંધાતા ગુજરાતમાં કુલ ઓમિક્રોન પોઝિટિવ કેસની સંખ્યા 30 પર પહોંચી છે.
ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા નવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય મહેસાણા અને આણંદમાં બે-બે કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમા અત્યાર સુધીમા ઓમિક્રોનના કુલ 23 કેસ નોંધાયા હતા, હવે વડોદરા શહેરમાં 7 નવા કેસ નોંધાતા ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 30 પર પહોંચી ગઈ છે.