વડોદરાઃ ઓલિમ્પિક વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ અને ડાયમન્ડ લીગમાં દેશનુ નામ રોશન કરનારો નીરજ ચોપડા (Neeraj Chopra) નો એક નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં નીરજ ચોપડા ગરબા રમતો દેખાઇ રહ્યો છે, અત્યારે નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે, ત્યારે દેશમાં ઠેર ઠેર ગરબા રમાઇ રહ્યાં છે, નીરજ ચોપડા પોતાના ફેન્સ સાથે ગરબા રમી રહ્યો છે.


36મી નેશનલ ગેમ્સ પહેલા નીરજ ચોપડા (Neeraj Chopra) ગુજરાતના વડોદરામાં પહોંચ્યો હતો. અહીં શહેરમાં પહેલા તેનુ શાનદાર સ્વાગત થયુ હતુ, જોકે, નવરાત્રીનો પ્રસંગ હોવાથી તેને વડોદરામાં ગરબા રમવાનો લ્હાવો લીધો હતો.


ખાસ વાત છે કે, નીરજ ચોપડા અહીં પારંપરિક પોશાક પહેરીને ગરબા રમવા આવ્યો હતો, તેને ફેન્સ સાથે ગરબાના તાલે જોરદાર રમઝટ જમાવી હતી. એટલુ જ નહીં નીરજે ગરબા રમતી વખતે માઇક પણ પકડી લીધુ અને સાથે રહેલા ફેન્સને સંબોધ્યા પણ હતા.






 


Neeraj Chopra Diamond League Final: નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, ડાયમંડ લીગ ફાઈનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો - 
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, આ અગાઉ તેને  ડાયમંડ લીગની ફાઇનલમાં 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો ફેંકીને ઇતિહાસ રચી દીધો હતો. નીરજ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. નીરજ અગાઉ 2017 અને 2018માં પણ ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો, જ્યાં તે અનુક્રમે સાતમા અને ચોથા સ્થાને રહ્યો હતો. પરંતુ આ વખતે નીરજે ડાયમંડ ટ્રોફી જીતીને વધુ એક સફળતા હાંસલ કરી હતી.


ઝ્યુરિચમાં યોજાયેલી ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો પહેલો થ્રો ફાઉલ હતો. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેણે 88.44 મીટર દૂર બરછી ફેંકી અને હરીફ ખેલાડીઓ પર સરસાઈ મેળવી લીધી. નીરજે ત્રીજા પ્રયાસમાં 88.00 મીટર, ચોથા પ્રયાસમાં 86.11 મીટર, પાંચમા પ્રયાસમાં 87.00 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર થ્રો કર્યો હતો.


ડાયમંડ લીગની ફાઇનલમાં, ચેક રિપબ્લિકના જેકબ વેડલેચ 86.94 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા અને જર્મનીના જુલિયન વેબર (83.73) ત્રીજા ક્રમે આવ્યા હતા. નીરજે 2021માં ઓલિમ્પિક ગોલ્ડ, 2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ, 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, 2022માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેની ઈચ્છા ડાયમંડ ટ્રોફી જીતવાની હતી જે હવે પૂરી થઈ છે.