વડોદરાઃ દસમા ધોરણની વિદ્યાર્થિનીને આશ્રમમાં સેવા માટે રાખ્યા બાદ તેનામાં દૈવીસ્થાપનના નામે તેની સાથે શરીર સુખ માણીને બળાત્કાર ગુજારનાર બગલામુખી આશ્રમના પાખંડી પ્રશાંત ગુરૂની શિષ્યાઓ વિશે ચોંકવનારી વિગતો બહાર આવી છે.
પ્રશાંતની શિષ્યાઓ દિશા ઉર્ફે જોન, દીક્ષા ઉર્ફે સીમાદીદી અને ઉન્નતિ જોશી છોકરીઓને ફસાવીને પ્રશાંત પાસે તેની હવસ સંતોષવા મોકલતી હતી. આ પૈકી ઉન્નતિ જોષી અભિનેત્રી છે. ઉન્નતિ જોષી અગાઉ ગુજરાતી ફિલ્મમાં ભૂમિકા અભિનય કરી ચૂકી હોવાની વિગતો જાણવા મળી છે. પ્રશાંત ઉપાધ્યાયે તેની બંને શિષ્યાઓ દિશા ભગતગિંહ સચદેવ (જોન) અને દીક્ષા જસવાની (સીમાદીદી)ને ડભોઇ રોડના કાન્હા ગોલ્ડ ખાતે બે ફ્લેટ પણ અપાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.
પ્રશાંત દિશા ઉર્ફે જોન અને દીક્ષા ઉર્ફે સીમાને યુવતીઓને આકર્ષવા માટે આગળ ધરતો હતો. આ બંને શિષ્યાઓમાં તેણે શક્તિનું સ્થાપન કર્યું હોવાની પણ વાતો વહેતી કરાતી હતી. ગોત્રી પોલીસે દિશા ઉર્ફે જોનની અટકાયત કરી છે. દીક્ષા દુબઇ ભાગી છુટી હોવાની તેમજ ઉન્નતિ જોષી મુંબઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. ગોત્રી પોલીસે બળાત્કારના આરોપી પ્રશાંત ઉપાધ્યાયનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરાઃ હવસખોર પ્રશાંતને છોકરીઓ પહોંચાડવામાં આ ગુજરાતી એક્ટ્રેસ કરતી હતી મદદ, પ્રશાંતે કઈ બે યુવતીને અપાવ્યા ફ્લેટ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Nov 2020 05:50 PM (IST)
પ્રશાંત દિશા ઉર્ફે જોન અને દીક્ષા ઉર્ફે સીમાને યુવતીઓને આકર્ષવા માટે આગળ ધરતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -