જોકે વરોડદાવાસીઓ માટે હજુ પણ આગામી 48 કલાક કપરા સાબિત થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચહમાલ, દાહોદ, આણંદ અને ખાસ કરીને વોડદરામાં અતીથી ભારે વરસાદની આગાહી છે
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાંસદા, ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો જેવાકે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કેચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિતાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહશે.