વડોદરામાં ભારે વરસાદથી કઈ ટ્રેનો કરવામાં આવી રદ્દ, જાણો વિગતે
abpasmita.in | 31 Jul 2019 06:42 PM (IST)
વડોદરામાં પડેલા ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં આણંદ-ભરૂચ મેમુ, વડોદરા- કટના પેસેન્જર ટ્રેન, પ્રતાપનગર - જંબુસર નેરોગેજ ટ્રેનનો સમાવેશ થાય છે.
(તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાં માત્ર છ ઈંચ વરસાદમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ જવાના કારણે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. વડોદરામાં માત્ર 6 ઇંચ વરસાદથી 50થી વધુ સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. જ્યારે 15 વૃક્ષો ધરાશાયી થયા છે. હાલ જનજીવન પણ ખોરવાયું છે. વડોદરામાં પડેલા ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં આણંદ-ભરૂચ મેમુ, વડોદરા- કટના પેસેન્જર ટ્રેન, પ્રતાપનગર - જંબુસર નેરોગેજ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરામાંથી પસાર થતી કેટલીક ટ્રેનો નિર્ધારીત સમય કરતાં વિલંબથી ચાલી રહી છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો જેવા બની ગયા છે. અમદાવાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, વાહનચાલકોને મુશ્કેલી વડોદરામાં છ ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, જુઓ તસવીરો