વડોદરા: ભાજપની સેવામાં જિંદગી ઘસી નાખનારને અન્યાય કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવનાર પક્ષપલ્ટુઓને રાતોરાત મંત્રીપદ આપી દીધા બાદ હવે ફરીથી ભાજપ લોકસભા ચૂંટણીની વૈતરણી પાર કરવા બીજા પેરેશુટિયા પર નજર દોડાવી રહ્યો છે, એવો સંકેત માત્ર મળતાં કેસરીયા બ્રિગેડમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે.



લાલઘુમ થયેલા કાર્યકરો ભાજપમાં બળવોની સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તો અલ્પેશ ઠાકોરને મંત્રીપદે બેસાડ્યો તો જોવા જેવી થશે એવી ચિમકી ઉચ્ચારી છે.



ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે તેમણે નારાજગી વ્યક્તિ કરી હતી. હું 6 વર્ષથી ધારાસભ્ય છું મારો પણ મંત્રીમંડળમાં સમાવેશ થવો જોઈએ. જોકે હજુ સુધી મારો મંત્રી મંડળમાં સમાવેશ થયો નથી.