વડોદરા: જ્યારથી ઉદયપુરમાં ટેલરની જાહેરમાં હત્યા કરવામાં આવી છે ત્યારે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. બીજેપીના પૂર્વ પ્રવક્ત નુપૂર શર્માના સમયર્થનમાં ટેલરે કરેલી પોસ્ટ બાજ તેમને ધમકી મળી હતી અને બાદમાં તેની બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. નોંધનિય છે કે, ગઈ કાલે સુરતના એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ઘમકી મળી હતી, હજી એ વાત તાજી જ છે ત્યારે વડોદરામાં પણ એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.


આ અંગે વિગતે વાત કરીએ તો, પાદરાના ડબકા ગામના યુવાને ભાજપના ઉપપ્રમુખને ધમકી આપી છે. ઉપપ્રમુખે ફેસબુકમાં મુકેલી ઉદયપુર હત્યાની કરુણતાની પોસ્ટના કમેન્ટ બોક્સમાં એક ફેસબુક યુઝરે મારી નાખવાની ધમકી આતતા ચકચાર મચી જવા પામી છે. એક શખ્સે ઉદયપુર જેવી હાલત કરી અપ શબ્દો બોલીને ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પાદરા તાલુકાના ભાજપ ઉપપ્રમુખ નિલેશ જાદવને ધમકી મળતા તેમણે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક હી હાલત દેખી હે ઓર અભી તેરે જેસો કી બાકી હે , યાદ રખ.. આવું લખાણ લખ્યા બાદ અપશબ્દો લખી ભાજપ નેતાને ફેસબુક પર ધમકી આપવામાં આવી છે.


કુતિયાણા નેશનલ હાઇવે પર આખલો આડો પડતા સર્જાયો ગંભીર અકસ્માત,
Porbandar : પોરબંદરમાં પોરબંદર-કુતિયાણા નેશનલ હાઈવે (Porbandar Kutiyana National Highway)ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ પોરબંદર-કુતિયાણા નેશનલ હાઈવે પર આખલો આડો પડતા આ ગંભીર અકસ્માત સર્જાયો, આ અકસ્માતને કારણે કુતિયાણાના આશાસ્પદ બે યુવાનોના મોત થયા છે. આ બન્ને યુવાનો બાઈક પર જતા હતા એ દરમિયાન આખલો આડો પડ્યો હતો અને અકસ્માત થતા બંને યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. 


પોરબંદર-કુતિયાણા નેશનલ હાઈવે  (Porbandar Kutiyana National Highway)પર કુતિયાણા આઈટીઆઈ નજીક મોડી સાંજે બનેલી અકસ્માતની આ ઘટાનામાં  આનંદ ખુંટી અને રાજુ દાસા નામના યુવાનોના મોત થયા છે. બે યુવાનોના મોતને પગલે કુતિયાણા પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. નેશનલ હાઈવે ઉપર રેઢિયાળ પશુઓના કારણે વધુ એક અકસ્માત સર્જાર્યો અને બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવવો પડ્યો છે.