વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી વડસર ગામમાં ઘૂસ્યા છે. વડસર પાસે આવેલા કાંસા રેસીડેન્સીમાં નદીના પાણી ઘૂસ્યા છે. ફાયર બ્રિગેડએ કાંસા રેડિડેન્સીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને તેમને બહાર કાઢ્યા હતાં. 12 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. ફસાયેલા લોકોએ તંત્ર પાસે મદદ માગી હતી જ્યારે હજુ પણ કાંસા રેસીડેન્સીમાં લોકો ફસાયેલા છે.
હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસવાના શરૂ થયા છે તો પાણીની સતત આવકના કારણે આજવા સરોવરનું રૂલ લેવલ જાળવવા માટે વિશ્વામિત્રિ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. જેને લઈને નદી કાંઠાના લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ પર પહોંચી છે જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. ત્યારે આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સપાટીમાં વધારો થઈ રહ્યો છે.