કપડવંજઃ ખેડા જિલ્લામાં આજે એક યુવતીએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. ચારણીયાના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. 


કોઈ અગમ્ય કારણોસર લગાવી યુવતીએ મોતની છલાંગ લગાવી છે. સ્થાનિક તરવ્યાની મદદથી યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ આંતરસુંબા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. કેનાલમાં છલાંગ લગાવનાર યુવતી કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 


આ જ જગ્યાએ ગત 11મી ઓક્ટોબરે કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં એક ઇસમે ઝંપલાવ્યું હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી હતી. ચારણીયા પુલની મધ્યમાં કાર પાર્ક કરી ઈસમે નહેરમાં ઝંપલાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટ્યા હતા. 


હોમગાર્ડ જવાનોએ કારમાં તપાસ કરતાં કારમાંથી લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આતરસુંબા પોલીસ મથકના હદ વિસ્તારની ઘટના છે.  યુવકે આત્મહત્યા કરી કે હત્યા થઈ તે અંગે રહસ્ય ઘૂંટાયું છે.  પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથી ધરી છે. 


ગુજરાતના કયા મોટા શહેરે ગરબા નહીં યોજવાની કરી પહેલ? જાણો શું કર્યું એલાન?


વડોદરાઃ  વડોદરાના મોટા ગરબા આયોજકો આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરે. ત્રીજી લહેરની આશંકાને પગલે મોટા ગરબા આયોજકો ગરબા નહીં યોજે. યુનાઇટેડ વે અને માં શક્તિના ગરબા નહીં યોજાય. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે યુનાઇટેડ વે રિસ્ક નહીં લે.
સરકાર પરવાનગી આપે તો પણ માં શક્તિ ગરબા આયોજક ગરબા નહીં કરે.


ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ અશક્ય છે. ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય તેમ નથી. મોટા આયોજનનો સમય પણ હવે રહ્યો નથી, તેમ ગરબા ઓર્ગેનાઇઝર દ્વારા જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ વર્ષે પણ કોરોના મહામારીને પગલે જન્માષ્ટમીના મેળા રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહોરમના તાજિયા અમદાવાદ અને રાજકોટમાં સ્વેચ્છાએ નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.