ભાજપના કાર્યકરે વાંધો ઉઠાવ્યો તેમાં ન માત્ર દિપક શ્રીવાસ્તવ પણ તેના સમર્થકો પણ દાદાગીરી પર ઉતરી આવ્યા અને ચૂંટણી અધિકારીના રૂમનો કાચ પણ તોડી નાંખ્યો હતો. દિપક શ્રીવાસ્તવના સમર્થકોની દાદાગીરીના પગલે ચૂંટણી અધિકારી દિપ્તી રાઠોડની ઓફિસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કેસમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.
અહીં સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે પુત્રને અપક્ષમાં મેદાનમાં ઉતારનારા મધુ શ્રીવાસ્તવ સામે ભાજપ કેમ કાર્રવાઈ કરતું નથી. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ અગાઉ અનેક વિવાદો કરી ચૂક્યા છે પરંતું કોણ કાર્યવાહી કરવામાં બચાવી રહ્યું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.