વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બીજી લહેરમાં કોરોનાએ ગ્રામીણ વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણની સાતે મૃત્યુનું પ્રમાણ પણ વધુ છે. ત્યારે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા મારું ગામ, કોરોના મુક્ત ગામ નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  


આ અભિયાન અતંર્ગત વડોદરાના તલસટ ગામમાં કહેવા પૂરતું કોવિડ સેન્ટર ઉભું કરાયું છે. 10 બેડનું કોવિડ કેર સેન્ટર પ્રથમિક શાળામાં શરૂ કરાયું છે. જોકે, કોવિડ સેન્ટરમાં ડોક્ટર, નર્સ,  ઓક્સિજન કે વેન્ટિલેટર નથી. ગામના સરપંચે ખર્ચો કરી 10 બેડની વ્યવસ્થા કરી, પણ સરકાર તરફથી કોઈ જ વ્યવસ્થા નથી. ગામની 1200ની વસ્તીમાં 25 પોઝિટિવ કેસ છે. કોઈ જ ગ્રામજન કોવિડ સેન્ટરમાં આઇસોલેટ થવા તૈયાર નથી.  રાજ્ય સરકારના મારુ ગામ  કોરોના મુક્ત ગામનો ફિયાસ્કો થયો છે. 


સૌરાષ્ટ્રમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં તારીખ 8 મેના રોજ જિલ્લામાં 290 કેસ આવ્યા. 9 મેના રોજ જિલ્લામાં 395 રેકોર્ડ બ્રેક કેસ આવ્યા હતા. 


આઠ દિવસ પહેલા 100થી 150 કેસ આવ્યા હતા. હાલમાં રાજકોટ જિલ્લાના ગામડામાં 350થી વધુ કેસ આવી રહ્યા છે. રાજકોટ નજીક આવેલા કણકોટમાં કોરોનાથી 3 લોકોના મૃત્યુ થયા છે. આ ગામની વસ્તી 1400 લોકોની છે. ગામમાં 27 તારીખ પછી વેક્સીન નથી આવી. ગામમાં 45 ઉપરના 98 લોકોએ જ વેક્સીન લીધી છે. ગામના સરપંચ અને યુવકોએ કહ્યું વેક્સીન મોકલો.


સૌરાષ્ટ્રના કયા શહેરનું આ બજાર બપોર બાદ રહેશે બંધ, દોઢ મહિનામાં 25 વેપારીના મોત


રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમજ અનેક શહેર-ગામો સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે. આવા સમયે રાજકોટના દાણાપીઠ વેપારીઓએ  હાલ્ફ ડે લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે.  દાણાપીઠ વેપારીઓએ હાલ્ફ ડે લોકડાઉન લંબાવ્યુ છે.  


દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટની દાણાપીઠમાં ત્રણ વાગ્યા બાદ lockdown કરવામાં આવશે. દાણાપીઠ વેપારીઓએ નિર્ણય લીધો છે. દાણાપીઠના મોટા ભાગના વેપારીઓનો એક સુર જોવા મળ્યો હતો. રાજકોટની દાણાપીઠમાં કોરોનાને કારણે દોઢ મહિનામાં 25 જેટલા વેપારીઓના મૃત્યુ થયા છે.