Medical Insurance Claim: કન્ઝ્યુમર ફોરમે મેડિકલ ક્લેમ પર મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ હોય તો પણ તે વીમાનો દાવો કરી શકે છે. વડોદરાના કન્ઝ્યુમર ફોરમે એક આદેશમાં વીમા કંપનીને વીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે નવી ટેક્નોલોજીના આગમનને કારણે કેટલીકવાર દર્દીઓની સારવાર ઓછા સમયમાં અથવા તો હોસ્પિટલમાં દાખલ કર્યા વિના કરવામાં આવે છે.


વડોદરાના રહેવાસી રમેશચંદ્ર જોષીની અરજી પર કન્ઝ્યુમર ફોરમે આ આદેશ આપ્યો છે. જોશીએ 2017માં નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કંપનીએ તેનો વીમા દાવો ચૂકવવાનો ઇનકાર કર્યો હતો.


શું હતો મામલો?


જોષીની પત્નીને બીમારીને પગલે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ બીજા દિવસે તેમને રજા આપવામાં આવી હતી. સારવાર બાદ જોષીએ રૂ. 44,468નો મેડિકલ ક્લેમ કર્યો હતો પરંતુ વીમા કંપનીએ તેને ફગાવી દીધો હતો કે નિયમ મુજબ દર્દીને 24 કલાક સુધી દાખલ કરવામાં આવ્યો ન હતો.


જોષીએ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ નોંધાવી અને દસ્તાવેજો રજૂ કર્યા કે તેમની પત્નીને 24 નવેમ્બર, 2016ના રોજ સાંજે 5.38 વાગ્યે દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે 25 નવેમ્બરે સાંજે 6.30 વાગ્યે તેમને રજા આપવામાં આવી હતી. આ રીતે તે 24 કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં હતા.


vadodra: વડોદરામાં માતાના નિધન બાદ પણ વિદ્યાર્થીની પરીક્ષા આપવા પહોંચી હતી


વડોદરા:  આજથી ધો. 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે.  ત્યારે વડોદરામાં ગતરાત્રિના માતાનું નિધન થયા બાદ પણ ખુશી પાટકર નામની વિદ્યાર્થીની પરીક્ષા આપવા પહોંચી હતી.  સામાન્ય રીતે પરિવારના સદસ્યને ખોવાનું દુઃખ હોય છે, તેમાં પણ માતા ગુમાવવાનું દુઃખ અકલ્પનીય હોય છે.  ધો. 10માં અભ્યાસ કરતી ખુશી પાટકરની માતાનું ગતરાત્રિના જ નિધન થયું હતું.  આ દુઃખ વચ્ચે પણ તે આજે ધો. 10 બોર્ડની પરીક્ષા આપવા પહોંચી હતી. 


પરિવારજનોએ ખુશીને આશ્વાસન આપતા તે માતાના નિધન બાદ પણ પરીક્ષા આપવા પહોંચી હતી.  ખુશીની હિંમતને જોઈ પરિજનો દ્વારા પણ ખુશીની માતાની અંતિમક્રિયા પેપર પુરૂં થયું બાદ કરવાનું નક્કી કરાયું હતું.  ખુશીને તેના પરિવારના સદસ્યો પરિક્ષા કેન્દ્ર સુધી મુકવા પણ આવ્યા હતા.  બીજી તરફ આ ઘટનાની જાણ વડોદરાના મેયર નિલેશ રાઠોડને થતા તેઓ પણ તાત્કાલિક દિકરી ખુશી અને તેના પરિવારને મળવા દોડી ગયા હતા. જ્યાં મેયરે પરિજનો અને ખુશીને આશ્વાસન આપ્યું હતું