વડોદરાના કારેલીબાગના અક્ષતા સોસાયટીમાં માતાએ પુત્રીઓની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર શહેરના કારેલીબાગની અક્ષતા સોસાયટીમાં માતાએ બે દીકરીઓને ઝેરી દવા આપીને હત્યા કરી હતી. દીકરીઓની હત્યા કર્યા બાદ માતાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે માતાનો જીવ બચી ગયો હતો અને માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
કારેલીબાગ વિસ્તારમાં માતા દક્ષાબેન ચૌહાણે તેમની બે દીકરીઓને ઝેરી દવા આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. મોતને ભેટનાર એક દીકરીનું નામ હની ચૌહાણ છે જે ટી.વાય.બીકોમ માં અભ્યાસ કરતી હતી. જ્યારે અન્ય દીકરીનું નામ સુહાની ચૌહાણ છે જે ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આર્થિક સંકડામણને કારણે માતાએ પુત્રીઓની હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે
ડીસીપી પન્ના મોમાયાએ આ મામલે કહ્યું હતું કે માતાએ બંને પુત્રીઓને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. ઘટનાસ્થળ પરથી ઝેરી દવાઓ મળી આવી છે. આર્થિક સંકડામણના કારણે માતાએ પુત્રીઓની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતા દક્ષાબેન ચૌહાણ સામે કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. એફ.એસ.એલ ની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Crime News: વડોદરામાં 45 વર્ષના ઢગાએ 10 વર્ષની બાળકી પર બગાડી નજર
વડોદરાના વેમાલી ગામમાં એક હ્યદય હચમચાવી નાખે તેઓ બનાવ સામે આવ્યો છે. વેમાલી ગામમાં STP પ્લાન્ટમાં સુપરવિઝન કરતા 45 વર્ષીય દિનેશ ભાલીયાએ એક બાળકી સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે. કંપની મજૂરીકામ કરતા યુવકની 10 વર્ષની દિકરી સાથે શારીરિક અડપલા કરવાની ઘટનાથી ચારેકોર ખળભળાટ મચી જવા પામ્યો છે. આ આધેડ 10 વર્ષની બાળકીને ફોસલાવી બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં અડપલા કર્યા હતા.લોકોએ પોલીસને જાણ કરી દિનેશને પોલીસને હવાલે કર્યો
બાળકી બહાર આવી રડવા લાગતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. સમગ્ર ઘટના અંગે બાળકીએ પિતાને કહેતા ઘટના સામે આવી. બાળકીના પિતા અને નજીકના રહેવાસીઓને જાણ થતા દિનેશને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ પોલીસને જાણ કરી દિનેશને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join Our Official Telegram Channel: