MS University Vadodara news: વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના આર્ટ્સ ફેકલ્ટીમાં એક શરમજનક ઘટના બની છે, જ્યાં ચાલુ ક્લાસરૂમ માં જ એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવેલી અનૈતિક હરકતોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોએ શિક્ષણના ધામની પવિત્રતા ને ફરી એકવાર કલંકિત કરી છે. વીડિયો વાયરલ થતાં જ ABVP ના કાર્યકરોએ ફેકલ્ટીના ડીનને ઉગ્ર રજૂઆત કરીને કડક પગલાં લેવાની માગ કરી હતી. આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પના ગવળી (ડૉ. કલ્પના ગવળી) એ તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વીડિયોમાં દેખાતા યુવક-યુવતીને રેસ્ટ્રિકેટ કરવા ઉપરાંત, વીડિયો બનાવનાર અને ક્લાસરૂમના સુપરવાઇઝર સહિત અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ નોટિસ ફટકારીને પગલાં લેવામાં આવશે. આ ઘટના શિક્ષણ સંસ્થાઓમાં સંસ્કારના સત્યનાશ તરફ ઈશારો કરે છે.

Continues below advertisement

ક્લાસરૂમમાં અશ્લીલ હરકતો: MSU ની ગરિમાને ઠેસ

વડોદરાની ગૌરવશાળી એમ.એસ. યુનિવર્સિટી (MSU) ની આર્ટ્સ ફેકલ્ટીમાં જે ઘટના બની છે, તે ગુજરાતની શિક્ષણ પ્રણાલી માટે ચિંતાનો વિષય છે. વિદ્યાના ધામ ગણાતા ક્લાસરૂમમાં જ એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ અશ્લીલ હરકતો કરી અને તેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર યુનિવર્સિટી અને શહેરના સંસ્કાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન પણ ગરબા ગ્રાઉન્ડમાં આવા અશ્લીલ ચેનચાળાનો વીડિયો વાયરલ થયો હતો, પરંતુ હવે તો શિક્ષણના પટાંગણમાં જ 'સંસ્કારનો સત્યનાશ' વળ્યો હોવાની લાગણી જન્મી છે.

Continues below advertisement

વાયરલ વીડિયોની abp અસ્મિતા જેવા માધ્યમો પુષ્ટી નથી કરતા, પરંતુ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. કલ્પના ગવળી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

ડીન દ્વારા કડક કાર્યવાહીની ખાતરી

આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. કલ્પના ગવળી એ આ સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક નિવેદન આપ્યું છે. તેમણે વાયરલ વીડિયો અંગે માહિતી આપી અને સ્પષ્ટ કર્યું કે:

  • "શિક્ષણના આ પવિત્ર ધામમાં આ પ્રકારની અનૈતિક હરકત કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં."
  • વીડિયોમાં દેખાતા યુવક-યુવતીની ઓળખ થતાં જ તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે, જેમાં તેમને રેસ્ટ્રિકેટ કરવા સુધીના પગલાં લેવાશે.
  • માત્ર અનૈતિક હરકત કરનાર વિદ્યાર્થીઓ જ નહીં, પણ મોબાઇલથી આ વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
  • આ ઉપરાંત, જે ક્લાસરૂમમાં આ ઘટના બની, ત્યાં ફરજ પર હાજર ક્લાસરૂમ સુપરવાઇઝર સહિત અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાશે અને તેમને નોટિસ ફટકારવામાં આવશે.