વડોદરાઃ બુધવારે ખાબકેલા ભારે વરસાદના કારણે વડોદરા શહેર આખુ પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. 24 કલાકમાં પડેલા 20 ઇંચ વરસાદે શહેરનું જનજીવન ઠપ કરી નાંખ્યુ છે. શહેરમાં કેડ સમા પાણી ભરાયા છે. આ બધાની વચ્ચે એનડીઆરએફની ટીમે ખાસ કામગીરી કરીને લોકોને બચાવવાનું શરૂ કરી દીધુ છે. એનડીઆરએફના જવાનો કેડ સમા પાણીમાં ઉતરીને લોકોને બચાવી રહ્યાં છે.



વરસાદે વડોદરામાં છેલ્લા 35 વર્ષને રેકોર્ડ તોડ્યો છે. વિવિધ સ્થળે ૪૨થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં ઝાડ નીચે દબાઈ જવાથી ચાર લોકોના મોતના અહેવાલ છે. ઠેરઠેર પાણી ભરાતા બબ્બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.



શહેરમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતી સર્જાવાની દહેશત છે. જેને પગલે જિલ્લા કલેક્ટરે આર્મી બોલાવી છે. હાલમાં અમદાવાદ ખાતે આર્મીની બે કોલમના ૧૬૦ જવાનો સ્ટેન્ડબાય રખાયા છે.