વડોદરા:  રાજ્યમાં ફરી કોરોનાએ માંથુ ઉંચક્યું છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો છે.  ત્યારે વધતા સંક્રમમણને અટકાવવા માટે  વડોદરા શહેરમાં પણ રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.   વડોદરામાં રાત્રિ કફર્યુનો સમય રાત્રે 9 થી સવારે 6 નો કરવામાં આવ્યો છે. વડોદરામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે વડોદરાના OSD વિનોદ રાવે જાહેરાત કરી છે.  વડોદરામાં ગઈ કાલે કોરોનાના નવા 129 કેસ નોંધાયા હતા.  


આ સિવાય વડોદરમાં શનિવાર અને રવિવારે મોલ, મલ્ટીપ્લેક્ષ બંધ રહેશે.  આ પહેલા અમદાવાદ અને સુરતમાં પણ રાત્રિ કરફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજ્ય સરકારે વડોદરા, સુરત, રાજકોટની સાથે અમદાવાદમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. 



કોરોના કહેર વધતા રાજ્ય સરકારે આઠ મહાનગરોમાં 10 એપ્રિલ સુધી તમામ શાળા કૉલેજ બંધ રાખવાનો નિર્ણય  કર્યો છે.  રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર , ગાંધીનગર જૂનાગઢ અને ભાવનગરમાં 10 એપ્રિલ સુધી સ્કૂલો બંધ રહેશે.  10 એપ્રિલ સુધી શિક્ષણ કાર્ય ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે.  રાજ્યમાં  હોસ્ટેલો ચાલુ રહેશે.



ઉલ્લેખનીય છે કે,  રાજ્યમાં ફરી કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં 1276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે.  હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 


અત્યાર સુધી કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 24,13,350   લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,67,671 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં ગુરુવારે કુલ 1,55,174  લોકોને રસી આપવામાં આવી હતી.