વડોદરામાં 40 વર્ષિય એક નર્સે હોસ્પિટલમાં ફરજ દરમિયાન ઊંઘનું ઇંજેકશન લઇને સુસાઇડ કરી લીધી છે. આ ઘટનાથી હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી
વડોદરાની સવિતા હોસ્પિટલમાં અઢી વર્ષથી નર્સની ફરજ બજાવતા ક્રિષ્ણાબહેને ઊંઘનું ઇંજેકશન લઇને જિંદગી ટૂંકાવી દીધી હતી. રવિવારે તેમની નાઇટ ડ્યૂટી હતી. આ સમય દરમિયાન જ તેમણે બાથરૂમમાં ઊંઘનો ઓવરડોઝ ઇંજેક્શન દ્વારા લઇને મોતને વ્હાલું કર્યું હતું ઘટનાની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફમાં હડકંપ મચી ગઇ હતી.
મૃતક નર્સ ક્રિષ્ના બહેન અઢી વર્ષથી હોસ્પિચટલમાં ફરજ બજાવતા હતા. તેઓ વડોદરાના સયાજી ટાઉનશીપ રોડ પર આવેલાં સેફ્રોન ટાવરમાં 40 વર્ષીય ક્રિષ્ણાબહેન શર્મા રહેતાં હતા. તેમનો મૃતદેહ હોસ્પિટલના ત્રીજા માળના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. પોલીસે મૃતક નર્સનો મોબાઈલ ફોન કબ્જે કરીને ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
હોસ્પિટલમમાં ઊંઘનું ઇંજેકશન લઇને નર્સે કરી લીધી સુસાઇડ, આપધાતનું કારણ.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Feb 2021 01:59 PM (IST)
વડોદરામાં 40 વર્ષિય એક નર્સે હોસ્પિટલમાં ફરજ દરમિયાન ઊંઘનું ઇંજેકશન લઇને સુસાઇડ કરી લીધી છે. આ ઘટનાથી હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી
પ્રતીકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -