વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં એક જ પરિવારના ચાર લોકોને કોરોના પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો છે. નોંધનીય છે કે, શ્રીલંકાથી વડોદરાના આવેલા પતિ-પત્નીનો રિપોર્ટ પોઝિટિવ છે. બંનેના સંપર્કમાં આવેલ 27 વર્ષીય પુત્રી અને 29 વર્ષીય પુત્રવધૂનો પણ રિપોર્ટ પોઝિટિવ છે.

આમ, એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 12 લોકોનું ગ્રુપ શ્રીલંકા ગયું હતું. જેમાં આ દંપતીનો પણ સમાવેશ થાય છે. હાલ, ગુજરાતમાં કોરોનાની સંખ્યા વધીને 22 પહોંચી છે. જ્યારે કોરોનાને કારણે એકનું મોત થયું છે.



વડોદરામાં ગઇકાલે થયેલ બે મૃતક દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલું જ નહીં, તંત્રએ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 29 લોકોને કોરોંટાઈન કર્યા છે. નોંધનીય છે કે, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાયો છે. સુરતમાં કોરોનાવાયરસના કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.