PM Modi Gujarat Visit Live: એરક્રાફટ મામલે આપણે દુનિયાના ટોપ 3 દેશોમાં શામિલ થઈશું- પીએમ મોદી

PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Oct 2022 04:39 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન...More

આજના આયોજનમાં વિશ્વ માટે પણ સંદેશ

ઇસ ઓફ ડુંઇંગ માં ભારત આગળ વધી રહ્યું છે. આ વિમાનો સેનાને તાકાત આપશે જ સાથે એર ક્રાફટને પણ વહન કરશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે જાણીતું વડોદરા એવિએશન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઓળખાણ બનાવશે. ભારત પહેલા વિમાનના નાના મોટા પાર્ટ્સ મંગાવતું હતું. આ પ્રોજેકટ સાથે ભારતના 100થી વધુ એમ.એસ.એમ.ઇ કંપનીઓ જોડાઈ છે. આ ધરતી થી મેડ ઇન ઇન્ડિયા,મેક ધ ગ્લોબ બનશે. એર ક્રાફટ મામલે આપણે દુનિયાના ટોપ 3 દેશોમાં શામિલ થઈશું. આવનાર 10-15 વર્ષોમાં ભારતને 2000 થી વધુ એર કાર્ગો અને પેસેન્જર બસની જરૂર પડશે. જેની ભારત હમણાંથી જ તૈયારીઓ કરી રહ્યું છે. આજના આયોજનમાં વિશ્વ માટે પણ સંદેશ છે. આજે ભારત દુનિયા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. ભારત સપ્લાય ચેનમાં વિઘ્ન હોવા છતાં સફળ રહ્યું. ભારત પાસે ટેલેન્ટેડ મેન પાવર મોટી સંખ્યામાં છે. આ વિમાનો સેનાને તાકાત આપશે જ સાથે એરક્રાફ ને પણ વહન કરશે. શિક્ષા અને સંસ્કૃતિ માટે જાણીતું વડોદરા એવિએશન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઓળખાણ બનાવશે.