Gujarat assembly election 2022: પ્રધાનમંત્રી મોદી હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત પ્રવાસે છે.  પીએમ મોદી ગુજરાતમાં એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આ સાથે અનેક લોકો સાથે મુલાકાત પણ કરી રહ્યા છે. તો આજે પીએમ મોદીએ વડોદાર ખાતે જુના મિત્રો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પીએમ મોદીના જૂના સાથી રામ મનોહર તિવારીએ જણાવ્યું કે, અમે આર.એસ.એસ.માં નાનપણમાં સાથે કામ કર્યું છે. આજે મોદીજીએ અમે નિષ્ક્રિય હોવા છતાં બોલાવ્યા તે જ તેમની મહાનતા છે.


તો બીજા એક સાથી નારાયણ શાહે કહ્યું કે, મોદીજીએ અમને એકદમ મળવા બોલાવ્યા હતા. અમારે રાજકારણની કોઇ વાત તેમની સાથે નથી થઈ. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દિનેશ ચોકસીએ કહ્યું કે, મોદીજીએ કોઈ ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી નથી. તેમનામાં આજે પણ તેજ દેખાઈ રહ્યું છે. આજે 12 વર્ષે મોદીજીને મળતા હું ભાવુક થયો છું. મોદીજીએ અમારી સાથે ભાવુકતા પૂર્વક વાતો કરી હતી.


ભરૂચની સભામાં PM મોદીએ ક્યા બે બાળકોનો કર્યો ઉલ્લેખ


ભરૂચના નેત્રંગમાં પીએમ મોદીએ જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પહેલા 3 ધોરણ ભણીને દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી આજે આદિવાસી દીકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.


નેત્રંગ સભામાં પીએમ મોદીએ બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબ બાળકોની દયનિય પરિસ્થિતિનો વાઇરલ વિડીયો જોયા બાદ મુલાકાત માટે નેત્રંગ બોલાવ્યા હતા. મોદીએ બાળકોને સભા સ્થળ પાછળ સમય આપ્યો હતો. બાળકોને આવાસ અને ઉજ્જવળ ભાવિ માટે તમામ મદદની ખાતરી આપી હતી. આ બાળકોના માતા પિતા 6 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. બાળકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક બાળકનું નામ અવી છે અને તેને કલેકટર અને બીજા બાળકનું નામ જય છે અને તેને ઈજનેર બનવું છે.


 ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે કોની માટે કર્યો પ્રચાર ? 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન પાટણની સિદ્ધરપુર વિધાનસભા બેઠક પર ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું. વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ડો. જયનારણ વ્યાસ જોવા મળ્યા હતા. ડો.જય નારાયણ વ્યાસે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. સભામા ડો. જય નારાયણ વ્યાસની ઉપસ્થિતિને લઇ નવા જૂનીના એંધાણ છે. ફરી એકવાર ડો. જય નારાયણ વ્યાસ કોગ્રેસમાં જોડાઈ શકે છે તેવા અનુમાન સામે આવ્યા  છે. ઉલ્લેખનીય છે છે કે ભાજપના સિનિયર નેતા ડો જય નારાયણ વ્યાસે થોડા સમય અગાઉ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું.


સિદ્ધપુરમાં કોની કોની વચ્ચે છે જંગ





સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે જંગ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.