PM Modi Vadodara Visit: અમરેલીમાં ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું લોકાર્પણ

Vadodara:C-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 એરબસ દ્વારા સીધા સ્પેનથી ડિલિવરી કરવામાં આવી રહ્યા છે અને અન્ય 40 ભારતમાં બનાવવામાં આવશે

gujarati.abplive.com Last Updated: 28 Oct 2024 04:26 PM

બ્રેકગ્રાઉન્ડ

Vadodara  સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગુજરાતના વડોદરાની મુલાકાત લેશે. જ્યાં PM મોદી સ્પેનના વડાપ્રધાન સાથે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. પીએમ...More

ભારત માતા સરોવરનું લોકાર્પણ

પ્રધાનમંત્રી મોદીએ લોકોને સંબોધન કરતા કહ્યું,  રાજ્યના અનેક વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો આજે અવસર મળ્યો છે.  આપણા વડોદરામાં દેશની એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું છે. જેમાં આપણી વાયુસેના માટે હવાઈ જહાજ બનાવવામાં આવશે. PM મોદીએ વધુમાં કહ્યું કે, મને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર કચ્છ માટે ઉપયોગી સાબિત થશે.