PM Modi Gujarat Visit: આજે મને સેંકડો લોકોને પ્રણામ કરવાનો મોકો મળ્યો, જેની સાથે હું ક્યારેક કામ કરતો હતો
PM Modi Gujarat Visit: પીએમ મોદી પાવાગઢથી વડોદરા પહોંચી ગયા છે. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા વિવિધ ધર્મના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત છે.
2014માં જનધન યોજના શરૂ કરાઈ. આ ઉપરાંત ગરીબ માતાઓને કોરોનામાં તેમનાં ખાતામાં નાણાં પહોંચાડ્યા. મુદ્રા યોજના દ્વારા લોન અપાઈ રહી છે. 10 લાખની જગ્યાએ 20 લાખની લોન કરાઈ. 3000 કરોડની સંપત્તિ માતૃત્વના નામે થઈ રહી છે.
છોટા ઉદેપુર, કવાટ આદિવાસી ઇલાકામાં મને કામ કરવાનો મોકો મળ્યો છે. 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લીટર તેલ, સગર્ભા મહિલાઓને મળશે. પ્રધાનમંત્રી સિવિલ સરકારનો એવોર્ડ ગુજરાતને મળેલો છે. 14 લાખ બાળકોને આંગણવાડીમાં પોષણનો લાભ મળે છે. પોષણસુદા યોજના આદિવાસી વિસ્તારમાં કરવામાં આવી હતી. જે 1 લાખ 25 હજાર આદિવાસીઓને પ્રતિ મહિને લાભ મળશે.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસના કામ થઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં માતા બહેનો મને આશીર્વાદ આપવા આવ્યા છે. આજે મને સેંકડો લોકોને પ્રણામ કરવા ન મોકો મળ્યો. જેની સાથે હું ક્યારેક કામ કરતો હતો, ક્યારેક તેમની આંગળી પકડી ચાલ્યો હતો, તેમના હાથની રોટી ખાવાનું સૌભાગ્ય મળ્યું હતું, તેમના દર્શન થયા. આમ બોલતા બોલતા પી.એમ ભાવુક થયા હતા. તમામનો હું હૃદય થી ધન્યવાદ કરું છું. આજે ગુજરાતમાં મા કાળકાના આશીર્વાદથી તમામને આગળ વધવાનો મોકો મળ્યો.
આજે માતાના આશીર્વાદ લીધા. જગત જનની માતાના આશીર્વાદ લીધ ને હવે માતૃશક્તિના આશીર્વાદ લીધા. મેં માં કાળકા પાસે પાસે દેશની સમૃદ્ધિને આઝાદી માટે પ્રાર્થના કરી. આજે સંસ્કારી નગરીથી 21000 કરોડના લોક ઉપયોગી કામનું લોકાર્પણ કરવાનો મોકો મળ્યો.
ગુજરાત ગૌરવના બીજા પડાવમાં પ્રધાનમંત્રીનું સ્વાગત છે. પોષણ સ્વરૂપની યોજના અને અન્ય વિકાસના કામોનું પી.એમ લોકાર્પણ કરશે. વિકાસની રાજનીતિ નરેન્દ્ર મોદી સાથે છે. નવા ભારતના શિલ્પીકાર બન્યા છે. ડબલ એન્જીનની સરકારનો ગુજરાતને લાભ મળી રહ્યો છે. પીએમ ગતિ યોજનામાં ગુજરાત શ્રેષ્ટ રહેશે. પીએમ આવાસ યોજના 1 લાખ 41 હજાર મકાનોનું લોકાર્પણ પીએમ કરશે. 168 કરોડના ખર્ચે સિંધરોટ ખાતેના લોકાર્પણને પણ પી.એમ કરશે. શિક્ષણ ક્ષેત્રે 743ના ખર્ચે વિશ્વ વિદ્યાલય બનશે. સગર્ભા માતાની મુખ્ય મંત્રી માતૃશક્તિની યોજનામાં 1000 દિવસ માતાઓને અનાજ અપાશે.
બ્રેકગ્રાઉન્ડ
PM Modi Gujarat Visit: પીએમ મોદી પાવાગઢથી વડોદરા પહોંચી ગયા છે. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા વિવિધ ધર્મના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત છે. હિન્દૂ, મુસ્લિમ, ક્રિશ્ચિયન ધર્મ સહિતના ધર્મગુરુઓ વડોદરા ખાતે હાજર છે.
- ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ રૂ.1535 કરોડના એક લાખ આવાસોનું ઈ લોકાર્પણ..
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ.2110 કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ પામનારા 41,070 આવાસોનું ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ.
- ઊર્જા અને પેટ્રો રસાયણ વિભાગના રૂપિયા 53 કરોડના કામોનું ઈ લોકાર્પણ.
- પાંચ જિલ્લાઓમાં પાણી પુરવઠા વિભાગના રૂ.395 કરોડના કામોનું ઈ લોકાર્પણ, રૂ.122 કરોડના આયોજિત વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.143 કરોડના સૂચિત વિકાસ કામોનું ભૂમિપૂજન.
- માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.23 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા જિલ્લા પંચાયત ભવનોનું લોકાર્પણ, રૂ.109 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા રસ્તાઓનું લોકાર્પણ
- વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.243 કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને રૂ.15 કરોડના નવા વિકાસ કામોનું ખાતમુહુર્ત.
- વડોદરા નજીક કુંઢેલામાં સ્થાપિત થનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો શિલાન્યાસ
- ભારતીય રેલવે પ્રાયોજિત રાજ્યના વિવિધ જિલ્લાઓના રેલ સેવા વિકાસના રૂ.10,749 કરોડના વિકાસ કામોના ઈ લોકાર્પણ
- વડોદરા ખાતે NAIR કેમ્પસમાં આકાર લેનારી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ સહિત વિવિધ રેલ પથ નિર્માણના રૂ.5620 કરોડના કામોનો ઇ શિલાન્યાસ
- મહિલા અને બાળ વિકાસ વિભાગની મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાનો રાજ્યવ્યાપી શુભ આરંભ
- પોષણ સુધા યોજનાને વિસ્તારીને 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં યોજનાનો પ્રારંભ
- પાંચ જિલ્લાઓના અને રેલવેના રૂ.6620 કરોડથી વધુ રકમના સાકારિત વિકાસ કામોનું કરશે જન સમર્પણ..
- રેલવે સહિત પાંચ જિલ્લાઓ અને વડોદરા મહાનગર પાલિકાના રૂ.14,884 કરોડથી વધુ કિંમતના વિકાસકામોનો શિલાન્યાશ
- - - - - - - - - Advertisement - - - - - - - - -