વડોદરા: પાદરામાં ચોંકાવનારી ઘટના, પોલીસે ભૂત સામે નોંધી ફરિયાદ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jul 2018 10:16 PM (IST)
વડોદરા: ગુજરાતમાં ઈતિહાસમાં પ્રથમવાર ચોંકાવનારી ઘટના બની છે. આત્મહત્યા પ્રયાસમાં મહિલાના મરણોન્મુખ નિવેદનના આધારે પાદરા પોલીસે ભૂત સામે ફરિયાદ નોંધી છે. વડોદરાના પાદરામાં પોલીસે ભૂત વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાના નિવેદનના આધારે પોલીસે ભૂત વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. મહિલાનું કહેવું છે કે, તેણે ભૂતના કહેવાથી કેરોસિન છાંટ્યુ હતું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસને એવી પણ આશંકા છે કે, મહિલાએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાએ દાવો કર્યો છે કે, તેણે ભૂત જોયું છે અને ભૂતના કહેવાથી જ તેણે શરીર પર કેરોસિન છાટ્યું છે.