વડોદરાઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. રૂપાણી લથડ્યા ત્યારે તેમના સીક્યુરિટી જવાનની સતર્કતાએ તેમને નીચે પછડાતાં બચાવી લીધા હતા. આ સીક્યુરિટી જવાનની સતર્કતાની ચોતરફ પ્રસંશા થઈ રહી છે.
મુખ્યમંત્રી રૂપાણીનો અવાજ લથડ્યો કે તરત સતર્કતા બતાવીને નીચે પડતા બચાવનારા સીક્યુરિટી જવાન પોલિસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ડી એસ ચુંડાવત છે. આ PSI ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના છે અને મુખ્યમંત્રીની સીક્યુરિટી સાથે લાંબા સમયથી સંકળાયેલા છે.
વડોદરામાં સ્ટેજ પર રૂપાણી બોલતાં બોલતાં અચાનક રોકાયા હતા ને તેમની આંખો પણ બંધ થઈ ગઈ હતી. ચાલુ ભાષણ દરમિયાન જ તેમને ચક્કર આવતાં તે લથડીને નીચે પડવા લાગ્યા હતા પણ તેમની સીક્યુરિટીમા તૈનાત PSI ડીએસ ચુંડાવતે ભારે સતર્કતા બતાવીને તેમને નીચે પડવા નહોતા દીધા.
રૂપાણી પ્રવચન આપતા હતા ત્યારે PSI ડીએસ ચુંડાવત દૂર ઉભા હતા. રૂપાણીની આંખો બંધ થવા લાગી ને તેમનો અવાજ લથડતાં PSI ચુંડાવત તાત્કાલિક રૂપાણીની પાછળ આવીને ઉભા રહી ગયા હતા. રૂપાણી લથડે એ પહેલાં તેમના બંને ખભા પકડીને રૂપાણીને નીચે પડતાં પહેલાં જ ઝીલી લીધા હતા ને નીચે પછડાતાં બચાવી લીધા હતા. PSI ચુંડાવતે સતર્કતા બતાવીને રૂપાણીને પછડાઈને ગંભીર ઈજા નહોતી થવા દીધી. PSI ચુંડાવતની આ સતર્કતા અને ફરજ તરફની નિષ્ઠાની પ્રસંશા થઈ રહી છે.
CM રૂપાણીનો અવાજ લથડ્યો કે તરત પહોંચીને બચાવી લેનાર PSI છે ઉત્તર ગુજરાતના આ જિલ્લાના, જાણો શું છે તેમનું નામ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2021 10:09 PM (IST)
આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -